Recipe : ઓછા સમયમાં સ્વાદિષ્ટ વાનગી બનાવી હોય તો નોંધી લો આ રેસીપી, બેસન પાલક ચિલ્લા બનાવી ભોજનનો લો આનંદ

Recipe : ઓછા સમયમાં સ્વાદિષ્ટ વાનગી બનાવી હોય તો નોંધી લો આ રેસીપી, બેસન પાલક ચિલ્લા બનાવી ભોજનનો લો આનંદ
Email :

વરસાદની સિઝન અત્યારે રંગ જમાવી રહી છે. આપણે બધા સ્વાદિષ્ટ અને મસાલેદાર ખોરાક ખાવાનું પસંદ કરીએ છીએ. આ સિઝનમાં વડા, ભજીયા ખાવાનું લોકો વધુ પસંદ કરે છે. પરંતુ કયારેક વધુ પડતા તળેલા નાસ્તા ખાવાથી તબિયત બગડે છે. આવી સ્થિતિમાં શું ખાવું તેને લઈને સમસ્યા સતાવે છે. એક જ પ્રકારની વાનગી ખાવાથી કંટાળો આવે અને તળેલા ફરસાણ તબિયત બગાડે ત્યારે આજે અમે તમને એવી રેસીપી જણાવીશું. જે ભોજનનો સ્વાદ તો વધારશે સાથે પરિવારનો લોકોને ખૂબ પસંદ આવશે.

બેસનના ચિલ્લા હંમેશા લોકો ખાતા હશે પરંતુ આજે તેમાં સ્વાદ વધારવા તમે પાલક બેસનના ચિલ્લાની રેસિપી જણાવીશું. ફટાફટ નોંધી લો આ રેસીપી. 

પાલક બેસનના ચિલ્લા બનાવવાની સામગ્રી : આ સામગ્રીમાં તમે તેલ, મીઠું અને પાણીનો જરૂર મુજબ ઉપયોગ કરો.

250 ગ્રામ ઝીણી સમારેલી પાલક ની ભાજી

1/4 કપ ઝીણી સમારેલી કોથમીર

1 ઝીણું સમારેલું ટમેટું

1 ઝીણું સમારેલું કેપ્સીકમ

1 ચમચી આદુ મરચાની પેસ્ટ

1 ટી સ્પૂન અજમો

1 ટી સ્પૂન લાલ મરચું

૧/૨ ટી સ્પૂન હળદર

1 કપ ચણા નો લોટ

પાલક બેસનના ચિલ્લા બનાવવાની રીત :

આ વાનગી બનાવવા સૌ પ્રથમ તમે પાલકને ધોયા બાદ ઝીણી સમારેલી લો. ત્યારબાદ એક બાઉલમાં  ઝીણી સમારેલી પાલક અને ટામેટું, કેપ્સીકમ ઉમેરો. પછી આ મિશ્રણમાં આદુ મરચાંની પેસ્ટ અને કોથમીરનો મસાલા ઉમેરી બધુ બરાબર હાથ થી મિક્સ કરી લો. મિક્સ થઈ જાય એટલે તેમાં ચણાનો લોટ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરા જેવું બેટર તૈયાર કરો. હવે એક પેન મૂકી તેમાં એક ચમચાની મદદથી ખીરું પાથરો. તેમાં તેલ ઉમેરી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના શેકી લો. તૈયાર થઈ ગયા તમારા બેસન પાલક ચીલા. આ ચિલ્લાને તમે દહીં અને લીલી ચટણી સાથે ખાઈ શકો છો.

Leave a Reply

Related Post