Recipe : ગરમીમાં બનાવો દહીં ભીંડીનું સ્વાદિષ્ટ શાક, વાનગીની નહીં પડે જરૂર

Recipe : ગરમીમાં બનાવો દહીં ભીંડીનું સ્વાદિષ્ટ શાક, વાનગીની નહીં પડે જરૂર
Email :

સવારની રસોઈમાં બાળકોને જો કોઈ સોથી વધુ શાક ભાવતું હોય તો તે ભીંડા છે. ભીંડાનું શાક રોટલી અને ભાખરી સાથે વધુ સ્વાદિષ્ટ લાગે છે. ભીંડા બાળકોનું મનપસંદ શાક છે. તેને રવૈયાંની જેમ ભરીને અને તેલમાં ચડાવીને એમ બંન્ને પ્રકારે બનાવવામાં આવે છે. ગરમીમાં દાળ-ભાતના કારણે શરીરમાં વધુ ભાર લાગે તો રોટલીની સાથે આ ભીંડાનું આ શાક બનાવો. સાથે બીજી કોઈ વાનગીની જરૂર પડશે નહી.

આજના લેખમાં અમે તમને દહીં ભીડીં બનાવવાની રીતે જણાવીશું. ઘરે સરળ રીતે બનાવો દહીં ભીંડીનું શાક બાળકો તો શું મોટાઓ પણ વારંવાર માગણી કરશે.

દહીં ભીંડી બનાવવા માટે સામગ્રી:

250 ગ્રામ સમારેલા ભીંડા, 3 ટેબલસ્પૂન તેલ + 2 ટેબલ સ્પૂન તેલ, 1/2 ટેબલસ્પૂન જીરું, 1/4 ટેબલસ્પૂન હિંગ, 1 નંગ મીડિયમ સાઇઝ જીની સમારેલી ડુંગળી, 2 નંગ મીડિયમ સાઇઝ ટામેટા + 2 નંગ લીલાં મરચાં+ 1 આદુનો ટુકડો+7 કળી લસણ ની પ્યુરી, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાઉડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાઉડર, 1/2 ટેબલસ્પૂન હળદર પાઉડર, 4 ટેબલસ્પૂન ફેટેલુ દહીં, 1/2 કપ પાણી અને મીઠું સ્વાદ અનુસાર

આ ઉપરાંત શાક સ્વાદિષ્ટ બનાવવા તમે સ્વાદઅનુસાર ગરમ મસાલો, કસૂરી મેથી અને ઝીણી સમારેલી લીલી કોથમીર નાખી શકો છો.

દહીં ભીંડી બનાવવાની રીત :

આ શાક બનાવવા સૌ પ્રથમ ભીંડા પાણીથી ધોઈ અને કપડાથી લુછીને કોરા કરી લો. અને પછી તેની બંને બાજુની દાંડી કાપી નાખો. ભીંડાના ડીંટા નહી કાઢતા તે શાકને બેસ્વાદ બનાવે છે. ભીંડાના ડીંટા કાપ્યા બાદ વચ્ચેથી ચીરા પાડો અને બે ટુકડા કરી લો. પછી પ્યુરી બનાવવા મિક્સરમાં સમારેલા ટામેટા, લસણ, લીલા મરચા અને આદુ નાખીને ક્રશ કરી લો.

પ્યુરી કર્યા બાદ એક કઢાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરો અને તેમાં ભીંડા ઉમેરી મધ્યમ ગેસની આંચ પર 5 થી 7 મિનિટ સુધી ચમચાથી સતત હલાવતા જઈ ફ્રાય કરી લો. ભીંડાને ફ્રાય કર્યા બાદ બીજા વાસણમાં કાઢી લો.

પછી આ જ કઢાઈમાં ફરી 2 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકો. અને તે ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ ઉમેરો. પછી જીરું તતડે એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી બરાબર મિક્સ કરી સાંતળી લો. ડુંગળી સંતળાઈ જાય એટલે ટામેટાની પ્યુરી ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે સાંતળો લો.

ટામેટાની ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર અને ધાણા જીરું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કર્યા પછી તેને ધીમી આંચ પર તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. અને પછી ગેસ બંધ કરી બે મિનિટ એમ જ રહેવા દો. ત્યાર બાદ આ મિશ્રણમાં ફેટી રાખેલ દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો ને હવે ફરીથી ગેસ ચાલુ કરી હલાવતા રહો. ત્યારબાદ આમાં મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે તેમાં 1/2 કપ પાણી ઉમેરી મિક્સ કરી ઉકાળી લો.

પાણી ઉકળે એટલે તેમાં શેકી રાખેલ ભીંડા ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ને 6 થી 7 મિનિટ માટે કૂક કરી લો. હવે ભીંડા બરાબર ચઢી જાય એટલે છેલ્લા એમાં ગરમ મસાલો, કસૂરી મેથી હાથેથી મસળી સાથે ઝીણી સમારેલી લીલી કોથમીરના પાન ઉમેરી મિક્સ કરી બે મિનિટ માટે કૂક કરી ગેસની આંચ બંધ કરી લો.

આપણી સ્વાદિષ્ટ દહીં ભીંડી મસાલા તૈયાર થઈ ગઈ તમે આ શાકને રોટલી, ભાખરી કે રાઈસ સાથે ખાઈ શકો છો. ભીંડામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. એટલે બાળકોના ભોજનમાં જુદી-જુદી રીતે ભીંડાનું શાક બનાવવાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે.

Leave a Reply

Related Post