Recipe: ઘરમાં નથી ઓવન? કુકરમાં બનાવો પરફેક્ટ નાન

Recipe: ઘરમાં નથી ઓવન? કુકરમાં બનાવો પરફેક્ટ નાન
Email :

દરેક વ્યકિતને રોજબરોજના જીવનમાં જમવામાં કંઈક અલગ ખાવીનું મન ક્યારેક તો થતું જ હોય છે. પરંતુ અમુક ચીજવસ્તુઓ ઘરે બનાવવી સરળ નથી હોતી. રોટલી, ભાખરી, પરોઠા, પુરી ઘણા ભોજન આસાનીથી ઘરે બનાવી શકાય છે. અમુક ખાવાની વાનગીઓ ઓવનમાં જ સારી બનતી હોય છે. એક વાનગી છે જે તમે સરળતાથી જ ઘરે બનાવી શકશો. કુકરમાં તંદૂરી નાન બનાવવું સરળ છે તેમાં ઓવનની જરુર નહીં પડે. જાણીએ કુકરમાં તંદૂરી નાન કેવી રીતે બનાવી શકાય.

કુકરમાં તંદૂરી નાન બનાવવું સરળ છે.

લોટ, દહીં અને બેકિંગ પાવડર વડે લોટ બાંધો.

નાનને કુકરમાં ચોંટાડી તેને બટર સાથે સર્વ કરો.

પ્રેશર કૂકરમાં તંદૂર નાન બનાવવાની રીત

તંદૂરી નાન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ ઘણા લોકોને તેને ઘરે બનાવવું મુશ્કેલ લાગતું હોય છે. જો તમારી પાસે તંદૂર કે ઓવન નથી, તો તમે કૂકરમાં પણ તંદૂરી નાન બનાવી શકો છો. તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ તંદૂરી નાન જેવું નરમ અને ક્રિસ્પી ટેક્સચર પણ આપશે.

જરૂરી સામગ્રી

સૌથી પહેલા 2 કપ લોટ,1/2 કપ દહીં, 1/2 ટીસ્પૂન ખાવાનો સોડા,1/2 ટીસ્પૂન, બેકિંગ પાવડર, 1 ચમચી ખાંડ, 1/2 ટીસ્પૂન મીઠું, 2 ચમચી તેલ,1/4 કપ હૂંફાળું દૂધ, 2 ચમચી માખણ, 1 ચમચી લસણ (સમારેલું), તાજી કોથમીર (ગાર્નિશ માટે)

નાન બનાવવા શું કરવું?

સૌથી પહેલા એક મોટા બાઉલમાં લોટ લો અને તેમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા, ખાંડ અને મીઠું લઈલો હવે તેમાં દહીં, હૂંફાળું દૂધ અને તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ધીમે ધીમે પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લેવો. હવે બાંધેલા લોટમાં થોડું તેલ લગાવો, તેને ઢાંકીને 2 કલાક માટે બાજુ પર રાખો જેથી તે બરાબર ફૂલી જાય. હવે નાનને રોલ કરવા માટે, લોટને 4-5 સમાન ભાગોમાં વહેંચો. હવે બાંધેલા લોટલો તેમાંથી એક નાન બની શકે એટલો લોયો લો અને તેને વેલણ-પાટલીની મદદથી ગોળ અથવા અંડાકાર આકાર આપીને બહાર કાઢો. ઉપર થોડું પાણી લગાવો અને સમારેલા લસણ અને તાજા કોથમીરને ઉપર લગાવો.

કુકરમાં નાન કેવી રીતે બનાવશો

સૌપ્રથમ કુકરને ઉંધુ કરીને ગેસ પર ગરમ કરી લો. હવે નાનને રોલ કર્યા પછી તેની નીચેની સપાટી પર હળવું પાણી લગાવો જેથી તે કૂકરના ઉપરના ભાગમાં ચોંટી જાય. નાનને કૂકરની અંદરની સપાટી પર ચોંટાડો અને કૂકર બંધ કરી લો તેને મધ્યમ તાપ પર 3-4 મિનિટ સુધી થવા દો. જ્યારે ઉપરથી લાઈટ બ્રાઉન અને ક્રિસ્પી લેયર દેખાવા લાગે ત્યારે તેને ચીપાયાની મદદથી બહાર કાઢો. તૈયાર નાન પર બટર લગાવો અને તેને ગરમાગરમ સર્વ કરો. તેને પનીર બટર મસાલા, દાળ મખાની અથવા કોઈપણ ગ્રેવી શાક સાથે ખાઈ શકાય છે. જો તમને વધુ સ્વાદ જોઈએ છે, તો તમે નાન પર માખણ સાથે થોડું સમારેલ લસણ પણ ઉમેરી શકો છો.

Related Post