Recipe Tips: બાળકોના મનપસંદ ચીઝ પોપર્કોન માટે ઘરે બનાવો Dry Chesse Powder

Recipe Tips: બાળકોના મનપસંદ ચીઝ પોપર્કોન માટે ઘરે બનાવો Dry Chesse Powder
Email :

બાળકોમાં આજે ચીઝ ખાવાનું વલણ વધ્યું છે. ઇટાલિયન પિઝ્ઝામાં ડબલ ચીઝનો ડોઝ નાખી સેવન કરવામાં આવે છે. આ ઉપરાંત પાસ્તા અને પોટેટો ચીઝ બોલ તેમજ સ્પેગેટી જેવી વાનગીઓમાં ચીઝનો ઉપયોગ વધ્યો છે. મોટાભાગના બાળકોને આજે ચીઝ વધુ પસંદ છે. એટલે માતાઓ પણ બાળકોને ભોજનમાં વેરાયટી મળે વિવિધ નાસ્તામાં પણ ચીઝનો ઉપયોગ કરવા લાગી છે. થિયેટરમાં બાળકોને લઈ જઈએ ત્યારે પોપર્કોનની કિમંત સાંભળી જ સ્વાદ મરી જાય છે અને જો પોપર્કોન ના લઈએ તો બાળકો નારાજ થાય છે.

આવી સ્થિતિમાં ઘરે ચીઝ પોપકોર્નની બનાવી બાળકોને આનંદ આપી શકીએ છીએ. ઘરે ચીઝ પોપકોર્ન બનાવવા બહુ સરળ છે. આ માટે તમે બજારમાંથી મળતા પોપકોર્ન લાવીને તેમાં અન્ય મસાલાના બદલે ચીઝ પાઉડરનો ઉપયોગ કરી શકો છો. બજારમાં મળતા ચીઝ પાઉડરની કિમંત વધારે હોય છે. જો આ જ ચીઝ મસાલો ઘરે બનાવવામાં આવે તો તમે તેને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો. ઘરે ડ્રાય ચીઝ પાવડર બનાવવો એ એક સરળ પ્રક્રિયા છે. તમે તે કેવી રીતે કરી શકો છો.

ડ્રાય ચીઝ પાઉડર માટેની સામગ્રી

1 કપ મોઝરેલા ચીઝ (કોઈપણ ચીઝ લઈ શકો)

1-2 ચમચી કોર્ન ફ્લોર અથવા મેંદો (corn flour) (all purpose flour)

બટર પેપર

ડ્રાય ચીઝ પાઉડર માટેની રીત:

ડ્રાય ચીઝ પાઉડર બનાવવા માટે તમે સૌ પ્રથમ એક પ્લેટમાં બટર પેપર મૂકો. તેના બાદ તમે તેના પર થોડો કોર્ન ફલોર અથવા મેંદો સ્પ્રેડ (છંટકાવ) કરો અને પછી તેના ઉપર ચીઝનું લેયર કરો. આમ કર્યા બાદ આ પ્લેટને તમે માઈક્રોવેવમાં 1 મિનિટ માટે મૂકો. આમ, કરવાથી ચીઝ થોડી ડ્રાય થશે. ત્યારપછી ફરી તેને 30-40 સેકન્ડ માટે માઈક્રોવેવમાં મૂકી દો. ચીઝ ક્રિસ્પી થઈ ગયા બાદ એટલે કે તે રોટલા જેવું કડક થાય ત્યાં સુધી તેને માઈક્રોવેવમાં હીટ કરતા રહો.

ચીઝ ક્રિસ્પી થઈ ગયા બાદ તેને ઠંડુ કરો. અને ત્યારપછી ક્રિસ્પી ચીઝને મિકસરમાં ક્રશ કરો. ડ્રાય ચીઝ બનાવવા માટે તમે માઈક્રોવેવ ઉપરાંત નોનસ્ટીક પેનમાં પણ આ પ્રોસેસ કરી શકો છો. તેમાં તમે નોન-સ્ટીક પેનમાં મેંદો છાંટી, એની ઉપર ચીઝનું લેયર કરી તેને ક્રિસ્પી કરી શકો છો. અને ક્રિસ્પી થયા બાદ તેને મિક્સરમાં ક્રશ કરી પાઉડર બનાવી શકો છો. આ પાઉડર તૈયાર થયા બાદ વધુ ટેસ્ટી કરવા તમે તેમાં ડ્રાય ડુંગળીના પાઉડરનું પણ મિશ્રણ કરી શકો છો.

ચીઝ પોપર્કોન આ રીતે બનાવો ઘરે

થિયેટર જેવા પોપર્કોન બનાવવા માટે તમારો ડ્રાય ચીઝ પાઉડર તૈયાર થઈ ગયો છે. હવે તમે એક પેનમાં તૈયાર પોપકોર્ન સાધારણ ગરમ કરી લો. પોપર્કોન કડક થઈ ગયા બાદ તેને પેનમાંથી બહાર કાઢો. ત્યારપછી પોપકોર્ન બનાવવા માટે જરૂરિયાત મુજબ બટર અથવા ઘી અથવા તો તેલ પેનમાં મૂકો. આ ઘી અથવા બટર સાધારણ ગરમ થાય ત્યારે તેમાં સાધારણ ચીઝ પાઉડર નાખી તુરત જ પોપકોર્ન નાખો અને પછી થોડું મીઠું નાખો. ત્યારપછી તમે તૈયાર કરેલ ચીઝ પાઉડર પોપકોર્નની માત્રા મુજબ નાખો. તેને બરાબર હલાવો જેથી આ મસાલો પોપકોર્ન સાથે મિક્સ થઈ જાય. તૈયાર થઈ ગયા બાળકોના મનપસંદ ચીઝ પોપર્કોન. ડ્રાય ચીઝ પાવડરનો તમે વિવિધ વાનગીમાં ઉપયોગ કરી શકો છો.

Leave a Reply

Related Post