Recipe: પોષક તત્વોથી ભરપૂર મખાનાના લાડુ, નોંધી લો તેની સરળ રેસીપી

Recipe: પોષક તત્વોથી ભરપૂર મખાનાના લાડુ, નોંધી લો તેની સરળ રેસીપી
Email :

રોજિંદા જીવનમાં ઘણા લોકો પોતાના આહાર પર ઘણુ ધ્યાન રાખતા હોય છે અને અલગ અલગ વાનગીઓ બનાવી સ્વાસ્થ્યને સારુ રાખતા હોય છે. જો તમારે કંઈક અલગ ડિશનો ટ્રાય કરવો છે તો આ વાનગી જરુરથી બનાવજો, શું તમે ક્યારેય મખાનાના લાડુના રેસીપી ક્યારેય ટ્રાય કરી છે? મખાનાના લાડુ સ્વાદની સાથે તે સ્વાસ્થ્ય માટે પણ એટલા જ ફાયદાકારક સાબિતથઈ શકે છે. આ લાડુ પોષણથી ભરપૂર હોય છે. આ લાડુ ખાવાથી શરીરને એનર્જી પણ મળે છે, તો જાણીએ મખાનાના લાડુ બનાવવાની સરળ રેસીપી

મખાનાના લાડુ એકંદરે તમારા સ્વાસ્થ્યને ઘણા હદ સુધી સુધારે છે. મખાનામાં ઘણા પ્રોટીન, ફાઈબર અને વિટામીન અને મિનરલ્સ હોય છે. આ પોષકતત્વોથી ભરપૂર લાડવા બનાવવા માટે વધારે પડતી સામગ્રીની જરુર નહી પડે.

મખાનાના લાડુ બનાવવાની સામગ્રી

સૌ પ્રથમ તો તમારે અઢી કપ મખાના લેવા, 1/4 કપ બદામ, 1/4 કપ કાજુ, 1/4 કપ મગફળી, દેશી ઘી, સૂકુ નાળિયેર, દળેલી ખાંડ, ગોળ, એક કપ દૂધ.

1: સૌ પ્રથમ તો એક કડાઈમાં ઘી ગરમ કરો પછી તેમાં બદામ, પિસ્તા, કાજુ અને સૂકા નારિયેળ ઉમેરી બધાને ધીમા તાપે સોનેરી થાય ત્યાં સુધી ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

2: હવે આ સૂકા મેવાને કડાઈમાંથી કાઢીને બાજુ પર રાખો.કડાઈમાં થોડું ઘી ઉમેરો અને મખાનાને સારી રીતે શેકી લો અને પછી ઠંડા થવા દો.

3: હવે શેકેલા સૂકા મેવાને મિક્સરમાં નાખો અને તેને પીસી લો અને પછી તેમાં શેકેલા મખાનાને ઉમેરો અને મિક્સરમાં નાખીને સારી રીતે પીસીને બારીક પાવડર બનાવી દો.

4: હવે એક મોટા વાસણમાં સૂકા મેવા અને મખાના પાવડર નાખો અને બઘાને સારી રીતે મિક્સ કરો. મીઠાશ માટે તમે ગોળ અથવા ખાંડનો પાવડર ઉમેરી શકો છો.

5: મખાના લાડુનું મિશ્રણ તૈયાર છે. હવે ફક્ત આ મિશ્રણમાંથી લાડુનો આકાર બનાવવાના રહેશે

6: લાડુને આકાર આપવા માટે તમારે તેમાં દૂધ અને ઘી ઉમેરવું પડશે. હથેળીમાં થોડુ મિશ્રણ લો અને તેને નાના લાડુના આકાર સરળતાથી બનાવી દો.

આ માખાના લાડુનો સ્વાદ તમને ખૂબ જ ગમશે. સમખાનાના લાડુ તમારા શરીરને ઉર્જાથી ભરી દેશે. તો તમારે તમારા રોજિંદા આહારમાં મખાના લાડુનો સમાવેશ કરવો જોઈએ

Related Post