નારણપુરા ચોકમાં મહા આરતી: વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ હનુમાન ચાલીસાના પાઠ

નારણપુરા ચોકમાં મહા આરતી:વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ હનુમાન ચાલીસાના પાઠ
Email :

નારણપુરા ચોકમાં શ્રી રામ નવમીની ઉજવણી અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ હોદ્દેદારો અને

કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહા આરતીમાં નારણપુરા વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં માતૃશક્તિ અને બાળકોની વિશેષ ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.

આ પ્રસંગે હનુમાન ચાલીસાના સામૂહિક પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિએ કાર્યક્રમની સફળતા દર્શાવી હતી.

Leave a Reply

Related Post