ટ્રમ્પના મોઢા સાથે રિપોર્ટરનું માઇક અથડાયું: પહેલા ચોંક્યા, નેણ ઊંચાં-નીચાં કરી મજાકિયા અંદાજમાં બોલ્યા- આ પત્રકારે TV પર જગ્યા બનાવી લીધી, મોટા ન્યૂઝ બની ગયા

ટ્રમ્પના મોઢા સાથે રિપોર્ટરનું માઇક અથડાયું:પહેલા ચોંક્યા, નેણ ઊંચાં-નીચાં કરી મજાકિયા અંદાજમાં બોલ્યા- આ પત્રકારે TV પર જગ્યા બનાવી લીધી, મોટા ન્યૂઝ બની ગયા
Email :

એક રિપોર્ટરનું માઇક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરા સાથે અથડાયું. આ ઘટનાનો વીડિયો ચર્ચામાં છે. આ ઘટના 14 માર્ચ (શુક્રવાર)ના રોજ જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે પ્રેસ બ્રીફિંગ દરમિયાન બની હતી. આ પછી ટ્રમ્પ પત્રકાર સાથે રમૂજી અંદાજમાં વાત કરતા જોવા મળ્યા. વોશિંગ્ટન ડીસી છોડતાં પહેલાં ટ્રમ્પ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે એક પત્રકાર સવાલ પૂછી રહ્યો હતો અને માઇક ભૂલથી ટ્રમ્પના

ચહેરાને સ્પર્શી ગયું. ટ્રમ્પ પહેલા તો ચોંકી ગયા, પછી નેણ ઊંચાં-નીચાં કરીને જોયું અને તરત જ મજાક કરવા લાગ્યા. તેમણે હસતાં હસતાં કહ્યું, 'આ પત્રકારે આજે ટીવી પર જગ્યા બનાવી લીધી. આ હવે મોટા સમાચાર બની ગયા છે.' તેમણે ત્યાં હાજર અન્ય લોકોને પણ પૂછ્યું, 'શું તમે આ જોયું?' સુરક્ષામાં ખામી અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા આ વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયા પછી

યુઝર્સે તેમને રાષ્ટ્રપતિની સુરક્ષામાં ખામી ગણાવી. એક પત્રકાર ટ્રમ્પની આટલી નજીક કેવી રીતે પહોંચી ગયો એ અંગે પણ સવાલો પૂછ્યા. એક યુઝરે લખ્યું કે જો માઇક પર કોઈ ખતરનાક પદાર્થ હોત તો? સિક્રેટ સર્વિસે તેનું કામ યોગ્ય રીતે કરવું જોઈએ. એ જ સમયે કેટલાક લોકોએ કહ્યું કે એ જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય હતું. ગયા વર્ષે ચૂંટણી રેલીમાં ટ્રમ્પ પર ઘાતક હુમલો થયો હતો 13

જુલાઈ, 2024ના રોજ પેન્સિલવેનિયાના બટલરમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ટ્રમ્પ પર હુમલો થયો હતો. આ દરમિયાન એક ગોળી ટ્રમ્પના કાનને સ્પર્શીને પસાર થઈ ગઈ. હુમલાખોરની ઓળખ 20 વર્ષીય થોમસ ક્રૂક્સ તરીકે થઈ છે. તેણે AR-15 રાઇફલમાંથી 8 ગોળી ચલાવી. ગોળીબાર પછી તરત જ હુમલાખોરને સિક્રેટ સર્વિસના અધિકારીઓએ ઠાર કર્યો હતો. પાકિસ્તાનીઓ હવે અમેરિકા નહીં જઈ શકે?:ટ્રમ્પ 41 દેશના નાગરિકો પર મુસાફરી પ્રતિબંધ

લાદશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 41 દેશના નાગરિકો માટે અમેરિકાના વિઝા પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યા છે. આ માહિતી સમાચાર એજન્સી રોઇટર્સ દ્વારા આપવામાં આવી છે. આ યાદીમાં ભારતના પાડોશી દેશો ભુતાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાનમારનાં નામ પણ સામેલ છે. એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે આ અંતિમ યાદી નથી, કારણ કે એને હજુ સુધી યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો તરફથી લીલી ઝંડી

મળી નથી. સંપૂર્ણ સમાચાર વાંચો... આજનું એક્સપ્લેનર: ટ્રમ્પના દબાણ હેઠળ ટેરિફ ઘટાડવા ભારત તૈયાર?, એનાથી દેશને કેટલું નુકસાન; આપણા જીવન પર શું અસર પડશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારત હવે તેના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા તૈયાર છે, કારણ કે કોઈ તેમના કારનામાનો પર્દાફાશ કરી રહ્યું છે. ટ્રમ્પ સતત 100% ટેરિફ લાદવા બદલ ભારતનું નામ લઈ રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

Related Post