હનીટ્રેપમાં ફસાતા રેસ્ટોરાં માલિકનો આપઘાત: બે મહિનાથી ગુમ યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું; અંતિમ વીડિયોમાં બે મહિલા સહિત ચાર સામે આરોપ

હનીટ્રેપમાં ફસાતા રેસ્ટોરાં માલિકનો આપઘાત:બે મહિનાથી ગુમ યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું; અંતિમ વીડિયોમાં બે મહિલા સહિત ચાર સામે આરોપ
Email :

સુરતમાં એક રેસ્ટોરાં માલિકે તાપી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે આ રેસ્ટોરાં માલિકે આપઘાત કરતા પહેલા બનાવેલા વીડિયોમાં ચોકાવનારા આક્ષેપો કર્યા છે.

એક મહિલા દ્વારા તેને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે આરોપીઓએ રૂપિયાની પણ માંગણી કરી હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બે મહિલા સહિત

ચારના નામ પણ વીડિયોમાં બોલે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રેસ્ટોરાં માલિક છેલ્લા બે મહિનાથી મિસિંગ હતા અને તેમનો પરિવાર મિસિંગની ફરિયાદ નોંધાવવા માટે આમતેમ ધક્કા ખાઈ રહ્યો હતો.

Related Post