ઉત્તર ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં 3નાં મોત: હિંમતનગરમાં કન્ટેનરની ટક્કરે રીક્ષા ખાડામાં ખાબકી, અંબાજી નજીક ઘાટીમાં કાર પલટી 10 લોકો ઘાયલ

ઉત્તર ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં 3નાં મોત:હિંમતનગરમાં કન્ટેનરની ટક્કરે રીક્ષા ખાડામાં ખાબકી, અંબાજી નજીક ઘાટીમાં કાર પલટી 10 લોકો ઘાયલ
Email :

ઉત્તર ગુજરાતમાં આજે ત્રણ અકસ્માતની ઘટનાથી અરેરાટી વ્યાપી છે. હિંમતનગરમાં કન્ટેનરની ટક્કરે રીક્ષા ખાડામાં પડતાં બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. તો ઇડરમાં બસની ટક્કરે બાઇકસવાર યુવકનો ભોગ લીધો હતો. જ્યારે અન્ય એક અકસ્માતમાં અંબાજી નજીક રાણપુર ઘાટીમાં કાર પલટી જતાં 10 લોકોને ઇજાઓ પહોચી હતી. પ્રથમ બનાવ હિંમતનગરમાં ટ્રક કન્ટેનર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગાંભોઈ નજીક રણાસણ ચાર રસ્તે ટ્રક કન્ટેનર અને રીક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં

બે વ્યક્તિના મોત થયા છે. ઘટના મંગળવારે બની હતી. શામળાજી તરફથી આવી રહેલા ટ્રક કન્ટેનર અને ઇન્ડિયન પેટ્રોલ પમ્પથી હાઇવે ક્રોસ કરી રહેલી રીક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ટ્રક કન્ટેનર રોડ સાઇડ પર ચાલી રહેલા કામ માટે ખોદવામાં આવેલા ગટરના ખાડામાં પડ્યું હતું. આ દરમિયાન રીક્ષા કન્ટેનર નીચે દબાઈ ગઈ હતી. અકસ્માતમાં બેના મોત, એક ઘાયલ રીક્ષામાં સવાર ત્રણ મુસાફરોમાંથી વાવડી ગામના કાજલબેન કાલુસિંહ મકવાણા (30 વર્ષ) અને એક 40 વર્ષીય અજાણ્યા પુરુષનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

જ્યારે સોનલબેન સંજયભાઈ મકવાણા (30 વર્ષ, રહે. વાવડી)ને ગંભીર ઈજાઓ થતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એન.એન.રબારીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે,ટ્રક કન્ટેનર અને રિક્ષા અકસ્માતમાં રિક્ષા ચાલક સુરેશસિંહ બાલુસિંહ મકવાણા (ઉવ.40 રહે હાથરોલ,તા.હિંમતનગર) છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ક્રેનની મદદથી કન્ટેનર હટાવી ત્રણેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજો બનાવ અંબાજી ઘાટીમાં કાર અકસ્માત: 10 લોકો ઘાયલ,

બેને ગંભીર ઈજા થતાં પાલનપુર ખસેડાયા અંબાજી ખાતેના રાણપુર નજીક ઘાટીમાં પોશીના તાલુકાના ટેબડા ગામના 10 લોકોની કારને અકસ્માત નડ્યો હતો. અંબાજી ખાતે સામાજિક વિધિ પૂર્ણ કરી પરત ફરતી વખતે રાણપુર ઘાટી નજીક કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. બે હાલત ગંભીર થતા, પાલનપુર ખસેડાયા 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 6 લોકોની સારવાર અંબાજી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે વધુ ગંભીર ઈજાઓ પામેલા બે દર્દીઓને પાલનપુર રેફર કરવામાં આવ્યા છે. ગંભીર

ઈજાગ્રસ્તોમાં એક ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો બાળક પણ સામેલ છે. ત્રીજો બનાવ ઈડરમાં ​ઇસરવાડા પાસે એસટી અને બાઈક વચ્ચે અકસ્માતમાં ચાલક યુવાનનું મોત સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના ઇસરવાડા પાસે રોડ પર આજે સવારે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઇસરવાડાના બાઈક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાદર પોલીસ સ્ટેશનમાં એસટી ચાલક સામે ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી઼ છે. બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત આ અંગે જાદર પોલીસ સ્ટેશનમાંથી મળેલ માહિતી મુજબ ઇસરવાડા પાસે રોડ

પર મંગળવારે સવારે ઇડર-ઇસરવાડા-ઇડર એસટી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇસરવાડાથી બાઈક લઈને 26 વર્ષીય યુવાન કલ્પેશભાઈ રમેશભાઈ સોલંકી પ્રાઈવેટ નોકરી પર જઈ રહ્યો હતો. દરમિયાન સામેથી આવતી એસટી બસ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ચાલકને માથાના અને શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક બાઈક ચાલકને ઇડર સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જ્યાં પીએમની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત અંગે જાદર પોલીસે ફરિયાદ આધારે એસટી ચાલક સામે ગુનો નોધવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Related Post