Rise of The Half Moon: ગૂગલે બનાવ્યુ શાનદાર ડૂડલ, રમી શકો ગેમ

Rise of The Half Moon: ગૂગલે બનાવ્યુ શાનદાર ડૂડલ, રમી શકો ગેમ
Email :

સર્ચ એન્જિન ગૂગલ કોઇ ખાસ પ્રસંગને લઇને અથવા તો મહાન વ્યક્તિઓના સિદ્ધિઓની ઉજવણી ડૂડલ બનાવીને કરતુ આવ્યું છે. ત્યારે આજે એટલે કે 19 માર્ચે ગૂગલ 'રાઇઝ ઓફ ધ હાફ મૂન' ની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે ગૂગલે એક અદભૂત ડૂડલ તો બનાવ્યુ છે પણ સાથે એક અદભૂત ગેમ પણ રજૂ કરી છે. મહત્વનું છે કે ગૂગલે એક ડૂડલ ગેમ દ્વારા માર્ચના હાફ મૂનની ઉજવણી કરી રહ્યું છે.

ગેમ બનાવીને ખાસ ઉજવણી

આ માટે ગૂગલે એક ખાસ ગેમ બનાવી છે. આ એર ઇન્ટરેક્ટિવ કાર્ડ ગેમ છે. જેમાં માર્ચના હાફ મૂનની ઉજવણી ગેમ દ્વારા કરવામાં આવી છે. આ માસિક રિકરીંગ કાર્ડ ગેમ તમને ચંદ્ર ચક્ર વિશે તમારા જ્ઞાનનું પરીક્ષણ કરવા માટે ગેમ રમવા માટે આમંત્રિત કરે છે.

તો મળી શકે છે પુરસ્કાર

ગૂગલ માર્ચના છેલ્લા અર્ધ ચંદ્રની ઉજવણી એક ઇન્ટરેક્ટિવ અને મનોરંજક ડૂડલ સાથે કરે છે. આ ખાસ ડૂડલમાં એક કાર્ડ ગેમ છે જે ખેલાડીઓના ચંદ્ર ચક્રના જ્ઞાનનું પરીક્ષણ કરે છે. આ રમતમાં યુઝરે ચંદ્ર સામે સ્પર્ધા કરવાની હોય છે, જ્યાં તેમણે વિવિધ ચંદ્ર તબક્કાઓ સાથે મેળ ખાવાના હોય છે અને પોઈન્ટ મેળવવાના હોય છે. જો ખેલાડીઓ ચંદ્રને હરાવે છે, તો તેઓ ખાસ પુરસ્કારો પણ મેળવી શકે છે, જે રમતનો અનુભવ વધુ રોમાંચક બનાવે છે.

માર્ચ મહિનાના અર્ધ ચંદ્રનું મહત્વ

માર્ચ મહિનો "વોર્મ મૂન" માટે પ્રખ્યાત છે, જ્યારે શિયાળા પછી થીજી ગયેલી માટી પીગળવા લાગે છે અને જંતુઓ સપાટી પર આવવા લાગે છે. આ ગુગલ ડૂડલ ગેમ આ કુદરતી પરિવર્તનને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં ખેલાડીઓએ વિવિધ સ્તરો પાર કરવાના હોય છે અને ચાર નવા વાઇલ્ડ કાર્ડ અનલૉક કરવાની તક મેળવવી પડે છે. આ પડકાર પૂર્ણ કરનારા ખેલાડીઓ તેમના ઉચ્ચ સ્કોર્સ શેર કરી શકે છે અને તેમના મિત્રો સાથે તેમની ચંદ્ર કુશળતાની તુલના કરી શકે છે.

Leave a Reply

Related Post