ગોધરામાં રિક્ષા ચાલક સાથે લૂંટ: મુસાફરી કર્યા બાદ અંધારાનો લાભ ઉઠાવી 33 હજારની લૂંટ કરી ચાર અજાણ્યા શખ્સો ફરાર

ગોધરામાં રિક્ષા ચાલક સાથે લૂંટ:મુસાફરી કર્યા બાદ અંધારાનો લાભ ઉઠાવી 33 હજારની લૂંટ કરી ચાર અજાણ્યા શખ્સો ફરાર
Email :

ગોધરામાં રિક્ષા ચાલક સાથે લૂંટનો બનાવ સામે આવ્યો છે. ઝુલેલાલ સોસાયટી ભુરાવાવ ગોધરામાં રહેતા દયાલદાસ બુધરમલ દેવજાણી સાથે ચાર અજાણ્યા શખ્સોએ લૂંટ કરી છે. ગઈકાલે સાંજે સાડા સાત વાગ્યે દયાલદાસ તેમની ઓટો રિક્ષામાં મુસાફરોને લઈ જઈ રહ્યા હતા. મહેન્દ્રા શોરૂમ આગળ ચાર અજાણ્યા વ્યક્તિઓએ તેમને રોક્યા અને પરવડી બાયપાસ જવા માટે ભાડું નક્કી કર્યું. ગૌશાળા પાસે

પહોંચ્યા બાદ તેઓએ અંદરના રસ્તે જવાનું કહ્યું. જ્યારે રિક્ષા ચાલકે ભાડાના 200 રૂપિયા માંગ્યા, ત્યારે તેઓએ 500ની નોટ આપી. રિક્ષા ચાલકે 300 રૂપિયા પરત આપ્યા. ત્યારબાદ આ ચારેય શખ્સોએ અંધારાનો લાભ લઈ રિક્ષા ચાલકને પકડી લીધા. એક વ્યક્તિએ તેમનું મોં દબાવ્યું અને બે જણાએ હાથ પકડી રાખ્યા. ચોથા શખ્સે તેમના ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધું. આરોપીઓએ રિક્ષા ચાલક

પાસેથી રેડમી મોબાઈલ (કિંમત 7,000), રોકડા 15,000, બે ચાંદીની વીંટી (કિંમત 1,000), ચાંદીનું કડું (કિંમત 10,000), ચાંદીની વાળી (કિંમત 150) તથા આધારકાર્ડ અને રિક્ષાની RC બુક મળી કુલ 33,150 રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા. બનાવ બાદ પીડિતે નજીકના ઘરમાંથી ફોન કરી પોતાના પુત્ર વિક્રમકુમારને જાણ કરી હતી. આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

Related Post