ભારતે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું: રોહિતે 32મી સદી ફટકારી, શુભમને 60 રન બનાવ્યા; જાડેજાએ 3 વિકેટ ઝડપી

ભારતે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું:રોહિતે 32મી સદી ફટકારી, શુભમને 60 રન બનાવ્યા; જાડેજાએ 3 વિકેટ ઝડપી
Email :

ભારતે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 3 મેચની સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. રવિવારે કટકના બારાબાતી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ 49.5

ઓવરમાં 304 રનમાં ઓલઆઉટ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 119 રન બનાવીને પોતાની 32મી વન-ડે સદી ફટકારી હતી. શુભમન ગિલે 60 રન બનાવ્યા. રવીન્દ્ર

જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 69 અને બેન ડકેટે 65 રન બનાવ્યા. જેમી ઓવરટને 2 વિકેટ લીધી હતી. હવે સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બુધવારે 12મી તારીખે રમાશે.

Related Post