Rose Day : ગુલાબની પાંખડીઓથી બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ, પાર્ટનર ખુશ થઈ જશે

Rose Day : ગુલાબની પાંખડીઓથી બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ, પાર્ટનર ખુશ થઈ જશે
Email :

ગુલાબ માત્ર સુંદર જ નથી હોતું, ગુલાબની વાત આવે એટલે પ્રેમ આવી જ જાય. ગુલાબનો ઉપયોગ માત્ર પ્રેમ વ્યક્ત કરવા માટે જ નથી હોતો તેને સજાવટનાં રુપમાં અને ખાદ્ય ચીજોવસ્તુઓમાં પણ તેનો ઉપયાગ થાય છે. ગુલાબના પાંખડીઓથી કેટલીક ખાવાની સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનતી હોય છે.

પોતના પ્રેમને વ્યક્ત કરવા માટે દરેક વ્યકિત તેમના જીવનસાથીને ગુલાબ આપે છે. વેલેન્ટાઇન વીકની શરુઆત 7 ફેબ્રુઆરીના રોજ રોઝ ડેથી શરૂ થાય છે અને 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડે સુધી વેલેન્ટાઇન વીક મનાવવામાં આવે છે. આમ તો ગુલાબના ફુલ પીળા, ગુલાબી અને આરેન્જ રંગના આવે છે. પરંતુ લાલ ગુલાબનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. લાલ ગુલાબને પ્રેમ અને રોમાંસનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે કે સફેદ ગુલાબ શાંતિ અને શુદ્ધતાનું પ્રતીક કહેવાય છે. ગુલાબી ગુલાબ સુંદરતા અને પ્રશંસાનું પ્રતીક ગણાઈ આવે છે જ્યારે કે પીળા ગુલાબ મિત્રતા અને ખુશીનો સંદેશ આપે છે.

રોઝ ડે પર લોકો પોતાના પાર્ટનરને ગુલાબ આપે છે. લાલ ગુલાબની પાંખડીઓ ફક્ત સુંદર જ નથી હોતી. પરંતુ તેની સુગંધ પણ એટલી જ મનમોહક હોય છે. ગુલાબની સુગંધને આખા વિશ્વમાં એક અદ્ભુત અને આકર્ષક સુગંધ માનવામાં આવે છે. જ્યારે કે આયુર્વેદમાં ગુલાબની પાંખડીઓ અને ગુલાબજળનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. તે ચહેરા માટે લાભદાયી છે. લોકો ટોનર તરીકે ચહેરા પર ગુલાબજળ લગાવતા હોય છે. તેનાથી ત્વચામાં નિખાર આવે છે. આ સાથે, ગુલાબમાંથી ઘણી ખાદ્ય ચીજ વસ્તુઓ પણ બનાવવામાં આવતી હોય છે.

ગુલકંદ

ગુલાબની પાંખડિયોને અને ખાંડને મિક્ષ કરને ગુલકંદ બનાવવામાં આવે છે. તે સ્વાદિષ્ટ હોય છે. તેમાંથી ગુલાબ જામ પણ બનાવાય છે, ખાધા પછી તેનો ઉપયાગ માઉથ ફ્રેશનર તરીકે પણ કરવામાં આવે છે. તેને બ્રેડ સાથે પણ ખાવામાં આવતુ હોય છે. તેને ઘરે બનાવવુ પણ સહેલુ જ છે.

રોઝશીપ સીરપ

શરબતને ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરીને તેમાંથી બનાવવામાં આવે છે. ઉનાળામાં તેનું સેવન લોકો ખૂબ જ કરતા હોય છે. આ શરબત ઠંડક આપે છે જેથી લોકો તેનુ સેવન વધુ કરે છે સાથે જ શરીરને હાઇડ્રેટ રાખે છે. શરબત શુદ્ધ ગુલાબની પાંખડીઓને ખાંડ અને પાણીમાં ઉકાળીને તેને તૈયાર કરાય છે. તેને પાણી, ઠંડા દૂધ અથવા તો સાદા પાણીમાં ભેળવીને પી શકાય છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી હોય છે.

ગુલાબની ચટણી

ચટણી ગુલાબની પાંખડીઓમાંથી બનાવવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં અથવા તો કોઈપણ ખાસ પ્રસંગે લોકો તેને ખાતા હોય છે. આ ચટણીને ગુલાબના ફૂલો, ગોળ અને મસાલાઓથી બનાવવામાં આવે છે. આ ચટણીને રોટલી, પરોઠા અથવા તો ભાત સાથે સાઇડ ડિશ તરીકે પીરસવામાં આવે છે. ગુલાબની ચટણી ખાટી, મીઠી અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી મસાલેદાર હોય છે.

રોઝ બરફ

ગુલાબની બરફી પણ એક સ્વાદિષ્ટ મીઠાઈ છે જેમાં ગુલાબના ફૂલોનો સાર ઉમેરવામાં આવે છે. બરફી બનાવવા માટે દૂધ, ઘી, ખાંડ અને ગુલાબના અર્ક અથવા તો પાંખડીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તેનો સ્વાદ ગુલાબ જેવો બને છે. ગુલાબની બરફી તહેવારો અને ખાસ પ્રસંગોએ લોકો બનાવતા હોય છે અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

ગુલાબના ફૂલોનો ઉપયોગ ફક્ત સુંદરતા અને સુગંધ માટે જ નહીં પણ ખાવાની ચીજવસ્તુઓ માટે પણ થાય છે. ગુલકંદ અને બરફી ઉપરાંત, ગુલાબની પાંખડીઓમાંથી ઘણી જ અલગ પ્રકારની સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવી શકાય છે.

Related Post