રાજ્યમાં RTO ઈન્સપેક્ટરની હડતાળથી અરજદારોને ધરમનો ધક્કો: ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લીધા બાદ આવ્યા તો ખબર પડી હડતાળના કારણે કામ નહીં થાય

રાજ્યમાં RTO ઈન્સપેક્ટરની હડતાળથી અરજદારોને ધરમનો ધક્કો:ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લીધા બાદ આવ્યા તો ખબર પડી હડતાળના કારણે કામ નહીં થાય
Email :

રાજ્યભરમાં RTOનાં મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટનાં ટેકનિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આજે સોમવારે 'નો લોગિન ડે' અભિયાન સાથે હડતાલ પર ઉતરી ગયા છે. કર્મચારીઓ કચેરીમાં લોગીન નહિ કરી વિરોધ નોંધાવી રહ્યા છે. જેથી તમામ કામગીરીઓ ખોરવાઈ ગઈ છે અને અરજદારો આરટીઓ કચેરી પહોંચી રહ્યા હોવાથી લાંબી લાઈનો લાગી ગઈ છે. જોકે અહીં પહોંચ્યા બાદ લોકોને હડતાલ અંગેની જાણ કરવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતની આરટીઓ કચેરી પર એપોઈન્ટમેન્ટ લઈને કામગીરી માટે આવેલા અરજદારોની કામગીરી

ન થતા રોષ ઠાલવતા નજરે પડ્યા હતા. એપોઈન્ટમેન્ટ લઈ આવેલા અરજદારોને ધરમનો ધક્કો થયો નો લોગીન ડે ના કારણે આજે જે અરજદારોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તે અરજદારો સવારથી જ આરટીઓ કચેરી પહોંચી ગયા હતા. આરટીઓ કચેરી ની અંદર પ્રવેશદ ન આપવામાં આવતા બહાર લાંબી લાઈનો લાગી ગઈ હતી. લોગીન ન કરવાના કારણે તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ હતી. અહીં આવેલા અરજદારો બે કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ હડતાલની જાણ થતાં રોષ વ્યક્ત કર્યો હતો. વડોદરા આરટીઓમાં પણ અરજદારો પરેશાન વડોદરા આરટીઓ કચેરી ખાતે પણ નો લૉગિન ડે ને લઈ

કામગીરી ન કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કેટલાક અરજદારો આરટીઓ કચેરીમાં પોહચ્યા હતા અને અમને કોઈ જાણ ન કરાઈ હોવાથી અમારે ધક્કો પડ્યો છે. આ સાથે જે અહીંયા આવતા અંદાજિત 300 વધુ અરજદારો આજે કામથી વંચિત રહ્યા છે. ત્યારે વડોદરા આરટીઓ કચેરીમાં ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર અને આરટીઓ અધિકારી સહિત કુલ 30 અધિકારીઓ નો લૉગિન ડે માં સમર્થન કરતા અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવતી કાલે પણ આ અધિકારીઓ માસ સી એલ પર જાય તો અરજદારોને વધુ મુશ્કેલીઓ પડી શકે છે. હડતાળના કારણે રાજકોટમાં 250 અરજદારોને ધરમનો ધક્કો રાજકોટ

આરટીઓ કચેરીના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ભાવેશ શિંગાળાએ જણાવ્યું હતું કે, વર્ષ 2018 ની બેચના રાજકોટના 1 સહિત 8 આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરને પ્રોબેશન પૂર્ણ કરી કાયમી કરવા, પ્રમોશન આપવા સહિતના મુદ્દે આંદોલન શરૂ થયું છે. જેમાં તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી કામ કરવાનું શરૂ કર્યું છે તો વ્હોટ્સએપના DP માં કાળી પટ્ટીનુ પોસ્ટર રાખ્યું છે. આજે No Login Day અભિયાન અંતર્ગત એક પણ ટેકનિકલ અધિકારીએ પોતાની કામગીરી કરી ન હતી. આજે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ બંધ રાખેલો છે જેને કારણે 250 જેટલાં અરજદારો કે જેઓ ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલરના લાયસન્સ

માટે ટ્રાય આપવા આવ્યા હતા તેઓને પરત જવા માટેની વિનંતી કરી છે. જો સરકાર માંગણી નહીં સંતોષે તો આ મામલે 11 મી ફેબ્રુઆરીએ માસ CL પર ઉતરશે અને તેથી લોકોના કામો અટકશે. જ્યારે અરજદાર કમલેશ શુક્લા એ જણાવ્યું હતું કે હું મૂળ ઉત્તર પ્રદેશમાં છું અને રાજકોટમાં એક કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું મારે ટ્રાવેલિંગ ના કારણે ટુ-વ્હીલરના લાયસન્સની જરૂરિયાત હતી અને તે માટે એક મહિના પહેલા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અપોઈન્ટમેન્ટ લીધી હતી આજે જ્યારે હું અહીં પહોંચ્યો હતો ત્યાં લાવ્યો કે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા હડતાલ કરવામાં

આવી છે જેને લીધે આજે ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં આપી શકું. હું આજે ઓફિસમાં સ્પેશિયલ રજા મૂકીને ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે ટેસ્ટ આપવા આવ્યો હતો. મારી મહિનાની સેલેરી ₹21,000 છે અને આજના દિવસની રજા મુકતા રૂ. 700 કપાઈ જશે અને લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ પણ આપી નહીં શકું જેથી મારે બીજી વખત ડ્રાઇવિંગ ટેસ્ટ આવવું પડશે અને બીજી વખત રજા મૂકવી પડશે જેથી વહેલી તકે હડતાલ સમેટાઈ તેવી સરકારને વિનંતી છે. અમદાવાદમાં પણ ટેક્નિકલ ઓફિસરોનું વિરોધ પ્રદર્શન અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે તમામ આરટીઓ કચેરીનું કામકાજ ઠપ્પ થયું છે. કારણ કે તમામ

ટેકનિકલ ઓફિસર દ્વારા સમૂહમાં લોગીન ન કરીને પોતાની માંગ રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલે 11 ફેબ્રુઆરી 2025ના રોજ તમામ આરટીઓમાં ટેકનિકલ ઓફિસર એટલે કે રાજ્યના 700 જેટલા ટેકનિકલ ઓફિસર માસ CL પર ઉતરશે. જેથી આવતીકાલે પણ અરજદારોને ધરમના ધક્કા ખાવા પડશે. આજે વહેલી સવારથી જ એક પણ ટેકનિકલ ઓફિસરે લોગીન ન કરતા તમામ અરજદારોને પાછા ફરવું પડ્યું હતું અને બપોર સુધીમાં અમદાવાદ પૂર્વ ખાતે આવેલી વસ્ત્રાલ આરટીઓમાં કોઈ ઓફિસર ન દેખાતા ખાલી ખમ પડી હતી. જ્યાં દરરોજ અનેક લોકો પોતાના કામકાજળ થી લાંબી લાઈનો લગાવીને ઉભા હોય છે

ત્યાં ચાલુ દિવસે પણ ખાલીખમ્મ ઓફિસ જોવા મળી હતી. ટેક્નિકલ ઓફિસર એસોસિયેશનની માંગ છે કે ઝડપથી તેમના દ્વારા રજૂ કરવામાં આવેલી માગ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવે તો તેઓ પોતાની હડતાલ પૂર્ણ કરશે અને ફરીથી કામગીરી પર પરત ફરશે. પડતર પ્રશ્નોને લઈ હડતાળ ગત 3 ફેબ્રુઆરીએ મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર રહેલાં પ્રશ્નોને લઈને કચેરીના વડાને આવેદનપત્ર પાઠવાયું હતું. ત્યારબાદ આખા અઠવાડીયા દરમિયાન લગલગાટ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કર્મચારીઓએ 4 ફેબ્રુઆરીએ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી, 5 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા અભિયાન છેડયું હતું, જ્યારે 6ઠ્ઠીનાં રોજ સૂત્રોચ્ચાર અને

ઘંટનાદ સહિતના કાર્યક્રમો કરીને વિરોધ વ્યક્તા કર્યો હતો. ત્યારબાદ 7મીએ જોબ ચાર્ટ મુજબ ફરજ દરમિયાન 'વર્ક ટુ રૂલ' અભિયાન ચલાવવામાં આવ્યું હતું. હવે 10મી ફેબ્રુઆરીનાં રોજ આજે સોમવારે તમામ ટેકનિકલ અધિકારીઓ કચેરી તેમજ ચેકપોઈન્ટ ખાતે કોઈપણ પ્રકારની કામગીરી દરમિયાન પોતાનું લોગીન નહીં કરીને ‘નો લોગીન ડે’ અભિયાનને આગળ ધપાવ્યું છે. વધુમાં આ અભિયાનનાં ભાગરૂપે 11મી ફેબ્રુઆરીએ ટેકનિકલ અધિકારીઓ એક દિવસની માસ સી.એલ. પર ઉતરીને તમામ કામગીરીનો બહિષ્કાર અને ધરણાં પણ કરશે. જો આજ સુધી માંગણી સ્વીકારવામાં નહિ આવે, તો આરટીઓ ઈન્સ્પેકટર સહિતના અધિકારીઓ મંગળવારે માસ સી.એલ.પર ઉતરી જશે.

Related Post