દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહ મહોત્સવનો ભવ્ય પ્રારંભ: છપ્પનભોગ મહોત્સવ સાથે વરઘોડો નીકળ્યો; આજે મંદિર પટાંગણમાં વિવાહવિધિ યોજાશે

દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહ મહોત્સવનો ભવ્ય પ્રારંભ:છપ્પનભોગ મહોત્સવ સાથે વરઘોડો નીકળ્યો; આજે મંદિર પટાંગણમાં વિવાહવિધિ યોજાશે
Email :

દ્વારકાધામમાં ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. ગઈકાલે રૂક્ષ્મણી માતાજીના મંદિરે સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી વિશેષ છપ્પનભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 8 એપ્રિલે સાંજે 7થી 9:30 દરમિયાન રૂક્ષ્મણી મંદિરના પટાંગણમાં વિવાહવિધિ યોજાશે. સવારે 9થી 12 વાગ્યા સુધી અગિયારી અને ગ્રહશાંતિનો કાર્યક્રમ યોજાયો

હતો. સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન દ્વારકાધીશના જગતમંદિરથી રૂક્ષ્મણી માતાજીનો વરઘોડો નીકળ્યો હતો. વરઘોડો શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને ભદ્રકાલી ચોક પાસે સંપન્ન થયો હતો. આ મહોત્સવના યજમાન તરીકે વારાદાર અરૂણભાઈ અને કંદર્પભાઈ દવે પરિવારે સેવા આપી હતી. આજે 8 એપ્રિલે સવારે 7થી 9 વાગ્યા સુધી દ્વારકાધીશ જગતમંદિર અને રૂક્ષ્મણીજી

મંદિરે ધ્વજારોહણ થશે. સાંજે 7થી 9:30 દરમિયાન રૂક્ષ્મણી મંદિરના પટાંગણમાં વિવાહ વિધિ યોજાશે. રાત્રે 8:30થી 10 વાગ્યા સુધી ગુગ્ગુળી બ્રાહ્મણ બ્રહ્મપુરી નં.1 ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રૂક્ષ્મણી વિવાહ ઉત્સવના મુખ્ય યજમાન અમદાવાદના ચિરાગભાઈ પટેલ પરિવાર છે. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક અને બહારગામથી આવેલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

Leave a Reply

Related Post