'રાજા કી આયેગી બારાત'ના પ્રોડ્યુસર સલીમ અખ્તરનું નિધન: 82 વર્ષની વયે દુનિયાને કહ્યુ અલવિદા, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાનું કરિયર ઘડ્યું

'રાજા કી આયેગી બારાત'ના પ્રોડ્યુસર સલીમ અખ્તરનું નિધન:82 વર્ષની વયે દુનિયાને કહ્યુ અલવિદા, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાનું કરિયર ઘડ્યું
Email :

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક બાદ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા એક્ટર-ડિરેક્ટર મનોજ કુમાર અને પછી જેકલીન ફર્નાન્ડીઝની માતાના નિધનનાં સમાચાર સામે આવ્યાં હતાં. ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. બોલિવૂડ પ્રોડ્યુસર સલીમ અખ્તરનું 8 એપ્રિલે 82 વર્ષની વયે અવસાન થયું. જોકે, હજુ સુધી તેમના મૃત્યુનું કારણ સામે આવ્યું નથી. તેમણે 'ફૂલ ઔર અંગારે' (1993) અને 'કયામત' (1983) જેવી સુપરહિટ ફિલ્મો બનાવી હતી. આજે બપોરે સુપુર્દ-એ-ખાક (દફન વિધિ) કરવામાં

આવશે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સલીમ અખ્તરનું યોગદાન પ્રોડ્યુસર સલીમ અખ્તરે રાની મુખર્જીને 1997માં ફિલ્મ 'રાજા કી આયેગી બારાત'થી લોન્ચ કરી હતી. આ પછી, 2005માં 'ચંદા સા રોશન ચેહરા' સાથે તમન્ના ભાટિયાને મોટા પડદા પર લાવ્યા. તેમણે બોબી દેઓલ અને રાની મુખર્જી સ્ટારર 'બાદલ' (2000), મિથુન ચક્રવર્તી સાથે 'ફૂલ ઔર અંગાર' (1993), અને આમિર ખાન સાથે 'બાઝી' (1995) બનાવી હતી. સલીમ અખ્તર પણ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ હતા સલીમ અખ્તરે 8 એપ્રિલની સાંજે અંતિમ શ્વાસ લીધા.

મનોજ કુમાર બાદ તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ તેમને પણ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતા અને મંગળવારે તેમણે દુનિયાને અલવિદા કહ્યું. સલીમ અખ્તરની અંતિમ વિદાય આજે સલીમ અખ્તરને અંતિમ વિદાય આપવામાં આવશે. તેમને બપોરે 1:30 વાગ્યે ઝોહરની નમાઝ પછી ઇરલા મસ્જિદ નજીકના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. તેમના અચાનક અવસાનથી દરેક વ્યક્તિ શોકમાં છે. આજે ઘણા સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે.

Leave a Reply

Related Post