સલમાનની નજીક પહોંચી ગયો અજાણ્યો શખ્સ!: થોડીવાર માટે સિક્યુરિટીનો શ્વાસ અધ્ધર થઈ ગયો; એક્ટરને પણ ન સજાયું શું થયું; જુઓ વીડિયો

સલમાનની નજીક પહોંચી ગયો અજાણ્યો શખ્સ!:થોડીવાર માટે સિક્યુરિટીનો શ્વાસ અધ્ધર થઈ ગયો; એક્ટરને પણ ન સજાયું શું થયું; જુઓ વીડિયો
Email :

ગુરુવારે બોલિવૂડ એક્ટર સલમાન ખાન આમિર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. પ્રીમિયર પછી સલમાન જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક વ્યક્તિએ તેની નજીક જવાનો પ્રયાસ કરવા લાગ્યો. આ જોઈને, એક્ટરની સિક્યોરિટી ટીમ તરત જ હરકતમાં આવી જાય છે અને તે વ્યક્તિને અટકાવે છે અને એક્ટર માટે રસ્તો સાફ કરે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે બ્લૂ બ્લેઝર પહેરેલો એક માણસ સીડીની વચ્ચે સલમાનના આવવાની રાહ જોઈ રહ્યો છે. સલમાન દરવાજા પર

પહોંચતાની સાથે જ સિક્યુરિટી ટીમ તેને ત્યાંથી દૂર કરી દે છે. પરંતુ સલમાન દરવાજામાંથી બહાર આવતાની સાથે જ તે માણસ ફરીથી તેની નજીક જવાનો પ્રયાસ કરવા લાગે છે. સિક્યુરિટી ટીમ તરત જ તે વ્યક્તિને પકડી લે છે, જેથી આસપાસના લોકો પણ ચેતી જાય છે. એવામાં સલમાન ખાનની પણ તે વ્યક્તિ પર નજર પડે છે. ટીમે તે વ્યક્તિને હટાવ્યા પછી, સલમાન ખાન જુનૈદને ગળે લગાવે છે અને ત્યાંથી નીકળી જાય છે. સલમાન ખાનને છેલ્લા કેટલાક સમયથી લોરેન્સ ગેંગ તરફથી ધમકીઓ મળી રહી

છે, આ જ કારણ છે કે તે લોખંડી સુરક્ષા વચ્ચે રહે છે. સલમાનને Y+ શ્રેણીની સુરક્ષા મળે છે, 11 જવાન 24 કલાક સાથે રહે છે મહિના પહેલાં પણ બે લોકો Y+ સિક્યોરિટી ભેદી ઘરમાં ઘૂસ્યા હતા 20 મેના રોજ, છત્તીસગઢની એક વ્યક્તિ જિતેન્દ્ર કુમાર સિંહે પણ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરમાં બળજબરી ધૂસવાનો પ્રયાસ કર્યો હતો. બીજા જ દિવસે એટલે 21 મેના રોજ ઈશા છાબરા નામની એક મહિલાએ સુરક્ષાથી છુપાઈને એપાર્ટમેન્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે તે બંનેની ધરપકડ પણ કરી હતી.

Leave a Reply

Related Post