સલમાન ખાન 'રાજકોટનો રાજા' બનીને ધૂમ મચાવશે: 'સિકંદર'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, 'ભાઈજાન'ની જોરદાર એક્શન ને દમદાર ડાયલૉગ

સલમાન ખાન 'રાજકોટનો રાજા' બનીને ધૂમ મચાવશે:'સિકંદર'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, 'ભાઈજાન'ની જોરદાર એક્શન ને દમદાર ડાયલૉગ
Email :

સલમાન ખાનની મોસ્ટ એવેટેડ એક્શન થ્રિલર "સિકંદર" નું ધમાકેદાર ટ્રેલર આખરે રિલીઝ થયું. ચાહકો જેની અપેક્ષા રાખતા હતા તેનાથી પણ વધુ ધમાકેદાર રીતે રિલીઝ થયું છે ! ડિરેક્ટર એ.આર. મુરુગાદોસ અને નિર્માતા સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મ એક ભવ્ય ફિલ્મ જેવી લાગે છે જે દર્શકોને તેમની સીટ પર જકડી રાખશે. આ 3 મિનિટ 39 સેકન્ડના ટ્રેલરમાં, સલમાન ખાન "સિકંદર" ની ભૂમિકામાં જોવા મળે છે, જે એક મિશન પર છે, જેનાથી દુશ્મનોને બચવું અશક્ય લાગે છે. ટ્રેલરની

શરૂઆતમાં જ એક વોઈસ ઓવર છે, જેમાં સાંભળવા મળી રહ્યું છે કે 'રાજકોટ કા રાજા હૈ વો'. અગાઉના એક ટીઝરમાં છેલ્લા ડાયલોગમાં સલમાન બોલી રહ્યો હતો કે "આવું છું..". આ બધી વાત પરથી ચોક્કસ થાય છે કે ફિલ્મમાં ભાઇજાનનો ગુજરાતી અંદાજ જોવા મળી શકે છે. 'સિકંદર'માં અસલી શો સ્ટીલર સલમાન ખાન ટ્રેલરની શરૂઆતથી જ, પાવરફુલ એક્શન સિક્વન્સ, પાવરફૂલ ડાયલોગ ડિલેવરી જોવા મળી, જેમકે 'મેરે ગુસ્સે પર મેરા ફુલ કન્ટ્રોલ હૈ, લેકીન ઈસ હરકત કી વજહ સે

ગુસ્સેને મુજ પર ફુલ કન્ટ્રોલ લે લીયા', 'મે હું સિકંદર, લેકીન અબ જો હોગા વો સિકંદર કા મુકદ્દર હોગા'. 'સિકંદર'માં અસલી શો સ્ટીલર સલમાન ખાન છે. પોતાના જાદુઈ અને દમદાર શૈલી માટે જાણીતા સલમાન ફિલ્મમાં કંઈક નવું લાવ્યો છે. એક્શન દૃશ્યોમાં તેની આંખોની તીવ્રતા હોય કે ઇમોશનલ મોમેન્ટસમાં તેનો સ્વેગ, દરેક ફ્રેમમાં સલમાન ખાનની હાજરી સ્ક્રીન પર એક અલગ જ ચમક લાવે છે. ફિલ્મમાં સલમાન ખાન એક મસીહા બતાવવામાં આવ્યો છે, જેમ કે 'ગબ્બર ઇઝ

બેક'માં અક્ષય કુમાર અને 'જવાન'માં શાહરૂખ ખાનની ભૂમિકા હતી તેવી જ ભૂમિકા સલમાન ખાનની લાગે છે. એક રીતે, ટ્રેલર પરથી જ આખી ફિલ્મ સમજાય છે. ઉપરાંત, ટ્રેલર જોતાં લાગી રહ્યું છે કે 'સિકંદર'નો એગ્રેસિવ અવતાર પણ સેકન્ડ હાફમાં જોવા મળશે. 'બાહુબલી'ના કટપ્પાએ 'સિકંદર'માં વિલનની ભૂમિકા ભજવી 'બાહુબલી'નો કટપ્પા, એટલે કે, એક્ટર સત્યરાજે 'સિકંદર'માં વિલનની ભૂમિકા ભજવી છે. ટ્રેલરમાં તેના બધા સીન ખૂબ જ ખતરનાક છે. ફિલ્મમાં સલમાન ખાનના પાત્રનું નામ સંજય છે, ખરી મુશ્કેલી ત્યારે શરૂ

થાય છે, જ્યારે તે મુંબઈ પહોંચે છે અને અહીં એક મોટા નેતાની સામે લડાઈના મેદાનમાં ઉતરે છે. સલમાનનો અંદાજ જેટલો રફ છે તેટલો જ શક્તિશાળી પણ છે. આ પાત્રમાં તેનો ટ્રેડમાર્ક લાર્જર-ધેન-લાઈફ સ્વેગ, બદલો લેવાની આગ, પ્રેમ અને ન્યાય માટેની લડાઈ સાથે સંપૂર્ણ રીતે ભળી જાય છે. ચાહકો માટે આ કોઈ ટ્રીટથી ઓછું નથી કારણ કે ટ્રેલરમાં કેટલાક અદ્ભુત એક્શન સિક્વન્સ છે, જે સલમાનના સમર્પણને સાબિત કરે છે. ટ્રેલરમાં હાઈ સ્ટેક ડ્રામા, હૃદયસ્પર્શી લાગણીઓ અને

ઇન્ટેન્સ એક્શનનું સંપૂર્ણ બેલેન્સ જોવા મળે છે. આ ટ્રેલર સ્પષ્ટપણે જણાવે છે કે 'સિકંદર' એક માસ એન્ટરટેઈનર છે, જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે. તે જ સમયે, રશ્મિકા મંદાના પણ ટ્રેલર પર સંપૂર્ણપણે પ્રભુત્ત્વ ધરાવે છે. તેનો એફર્ટલેસ ચાર્મ અને સ્ક્રીન પ્રેઝન્સ દરેક દ્રશ્યમાં હેડ-ટર્નર બનાવે છે. સુંદર દૃશ્યો સાથે તેની નેચરલ બ્યુટી આ ફિલ્મમાં એક અલગ જ ચમક લાવે છે. તે તેના પાત્રમાં ઊંડાણ લઈ આવે છે, જેનાથી ચાહકો માટે તેનો રોલ વધુ રોમાંચક

બની જાય છે. દર્શકોને થિયેટરમાં નાચવા મજબૂર કરશે કિક (2014) જેવી સુપરહિટ ફિલ્મો માટે જાણીતા પ્રતિભાશાળી નિર્માતા સાજિદ નડિયાદવાલા હવે 'સિકંદર' સાથે વધુ એક બ્લોકબસ્ટર મનોરંજક ફિલ્મ લઈને પાછા ફર્યા છે. ટ્રેલર જોયા પછી, એ સ્પષ્ટ થાય છે કે નડિયાદવાલાની વિશેષતા, કમર્શિયલ એલિમેન્ટસને માસ અપીલ સાથે આકર્ષક રીતે મિશ્રિત કરવાની કળા, આ ફિલ્મમાં પણ સ્પષ્ટપણે દેખાય છે. ટ્રેલરમાં ઘણી બધી વ્હિસલ પોડુ ક્ષણો છે જે દર્શકોને થિયેટરમાં નાચવા મજબૂર કરશે. નડિયાદવાલાનો ઉત્તમ ટ્રેક રેકોર્ડ એ વાતનો

પુરાવો છે કે તે માત્ર મનોરંજન જ નહીં પરંતુ દર્શકોના હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તાઓ પણ રજૂ કરે છે. તમામ પ્રકારના દર્શકોનું મનોરંજન કેમેરા પાછળ એ.આર. મુરુગદોસ જે 'ગજની' (2008) જેવી જબરજસ્ત ફિલ્મો માટે જાણીતા છે તે 'સિકંદર'માં પણ પોતાની સિગ્નેચર સ્ટાઇલ લાવે છે. મુરુગદોસને હાઇ-એનર્જી, ઇમોશનલ નેરેટિવ અને દમદાર એક્શન સિક્વન્સ સર્જવામાં માસ્ટર માનવામાં આવે છે. ટ્રેલરમાં પણ તેમની આ જ ખાસિયત જોવા મળે છે, જ્યાં તણાવથી ભરપૂર નાટકીય ક્ષણો અને લાગણીઓ સાથે જબરદસ્ત એક્શન

જોવા મળે છે. તેમની અનોખી ફિલ્મ નિર્માણ શૈલી 'સિકંદર'ને એક તીવ્ર અને રોમાંચક સવારી બનાવે છે જે તમામ પ્રકારના દર્શકોનું મનોરંજન કરશે. 'સિકંદર'માં ફેમિલી ડ્રામા, રોમાન્સ, એક્શન અને સસ્પેન્સનું જબરદસ્ત મિશ્રણ છે, જે દરેક પ્રકારના દર્શકોને ગમશે. સલમાનનો દમદાર અભિનય, સાજિદ નડિયાદવાલાના મસાલા મનોરંજન સ્પર્શ અને એ.આર. મુરુગદોસનું હાઇ-ઇન્ટેન્સિટી ડિરેક્શન, આ ત્રણેય મળીને 'સિકંદર'ને બ્લોકબસ્ટર બનાવવા માટે સંપૂર્ણ ફોર્મ્યુલા ધરાવે છે. આ જબરદસ્ત ફિલ્મ 30 માર્ચ 2025 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

Leave a Reply

Related Post