'સલમાનનું કરિયર બેરોજગાર મિત્રો ડુબાડી રહ્યા છે': એક્ટર શહજાદ ખાનનો મોટો આરોપ; કહ્યું- જે ક્યાંય ન ચાલે તેવા લોકોને ભાઈજાન સ્ક્રિપ્ટિંગ સોંપે છે

'સલમાનનું કરિયર બેરોજગાર મિત્રો ડુબાડી રહ્યા છે':એક્ટર શહજાદ ખાનનો મોટો આરોપ; કહ્યું- જે ક્યાંય ન ચાલે તેવા લોકોને ભાઈજાન સ્ક્રિપ્ટિંગ સોંપે છે
Email :

સલમાન ખાન સાથે 'અંદાઝ અપના અપના' અને 'ભારત' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર શહઝાદ ખાને તાજેતરમાં જ સલમાન ખાનની ફિલ્મો સતત ફ્લોપ થવા પર પ્રતિક્રિયા આપી છે. તે માને છે કે સલમાનની ફિલ્મો નિષ્ફળ જાય છે કારણ કે તે એવા મિત્રોને સ્ક્રિપ્ટિંગ માટે પોતાની સાથે બેસાડે છે, જેમની પાસે કોઈ કામ નથી. જોકે તેમણે

એમ પણ કહ્યું કે સલમાનની ફિલ્મો ભલે ફ્લોપ જાય, પણ સલમાન ક્યારેય ખતમ થઈ શકતો નથી. તાજેતરમાં, ઈન્ડિયા ટુડે ડિજિટલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં, શહેઝાદને સલમાનની ફ્લોપ ફિલ્મો વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે, 'આ બધું બકવાસ છે. આ તો સાવ બકવાસ છે. એ વાત અલગ છે કે તેની ફિલ્મો સારી

ચાલી રહી નથી, પણ સલમાન ખાન ક્યારેય સમાપ્ત થઈ શકે નહીં. જ્યાં સુધી ભગવાન તેને બોલાવે નહીં, ત્યાં સુધી તે ચાલતો રહેશે. તેનું સ્થાન કોઈ લઈ શકશે નહીં. ટાઇગર અભી જિંદા હૈ ઔર હંમેશા રહેગા. તેમની ફિલ્મો આવશે અને સુપર-ડુપર હિટ થશે. સલમાન ખાનની કરિયર ખતમ થઈ જશે એ વિશે વાત કરવી એ સંપૂર્ણપણે બકવાસ

છે. તેમની વિરુદ્ધ બોલીને લોકો યુટ્યુબ પર પોતાની દુકાનો ચલાવી રહ્યા છે. આપણે તેને ગંભીરતાથી ન લેવા જોઈએ.' શહજાદ ખાને વધુમાં કહ્યું કે તેમની જે પણ સ્ક્રિપ્ટો ખોટી પડી છે તેનું કારણ એ છે કે તે એવા લોકોને સાથે બેસાડે છે જેમની પાસે કોઈ કામ નથી. હું નામ નહીં લઉં પણ એક એવો એક્ટર છે

જેને તેણે 'સિકંદર' દ્વારા બ્રેક આપ્યો હતો. તે વ્યક્તિએ કહ્યું હતું કે, ભાઈ મારી પાસે કોઈ કામ નથી, અને સલમાને કહ્યું હતું કે, 'સિકંદર' કર.આવો છે તે. તે કોઈ કારણ વગર મદદ કરે છે. તે વફાદારી નથી માંગતો. તે માને છે કે ભગવાન જ પાલનહાર છે. તે ક્યારેય પોતાના ફાયદા માટે મદદ કરતો નથી.' નોંધનીય છે

કે, સલમાન ખાન હંમેશા તેની ઉદારતા માટે જાણીતો છે. તેણે 'બોબી દેઓલ', 'ફરાઝ ખાન', 'મહેશ માંજરેકર' જેવા ઘણા લોકોને મદદ કરી હતી. સલમાનની ફિલ્મ 'સિકંદર' 30 માર્ચે રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી ન હતી. આ જ કારણ હતું કે થોડા દિવસોમાં ફિલ્મ થિયેટરમાંથી ઊતારી લેવામાં આવી હતી.

Leave a Reply

Related Post