સમીરા રેડ્ડીના લગ્નમાં વિજય માલ્યાએ કન્યાદાન કર્યું હતું: એક્ટ્રેસે કહ્યું- તે મારી મમ્મીના એક માત્ર સંબંધી હતા; થોડા લોકોની હાજરીમાં સાદાઈથી લગ્ન કર્યાં

સમીરા રેડ્ડીના લગ્નમાં વિજય માલ્યાએ કન્યાદાન કર્યું હતું:એક્ટ્રેસે કહ્યું- તે મારી મમ્મીના એક માત્ર સંબંધી હતા; થોડા લોકોની હાજરીમાં સાદાઈથી લગ્ન કર્યાં
Email :

બિઝનેસ ટાયકૂન વિજય માલ્યા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તાજેતરમાં વિજય માલ્યાએ એક પોડકાસ્ટમાં ઘણા ખુલાસા કર્યા હતા. આ દરમિયાન, એક્ટ્રેસ સમીરા રેડ્ડીનો એક જૂનો ઇન્ટરવ્યૂ પણ તે વખતે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે ખુલાસો કર્યો હતો કે વિજય માલ્યાએ તેના લગ્નમાં કન્યાદાન કર્યું હતું. વાત એમ છે કે, 2014 માં

DNA ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં, સમીરા રેડ્ડીએ કહ્યું હતું કે, 'માત્ર વિજય માલ્યા, જે મારી માતાના સંબંધી છે, તેમણે કન્યાદાનની જવાબદારી નિભાવી હતી. બાકીના ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હતા.' અક્ષય વર્દે અને સમીરાના લગ્ન 21 જાન્યુઆરી, 2014 ના રોજ થયા હતા નોંધનીય છે કે, સમીરાએ બિઝનેસમેન અક્ષય વર્દે

સાથે પરંપરાગત મહારાષ્ટ્રીયન સમારંભમાં લગ્ન કર્યા હતા. સમીરા અને અક્ષયે 21 જાન્યુઆરી, 2014 ના રોજ ખૂબ જ ખાનગી રીતે લગ્ન કર્યા હતા. સમારંભમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવાર જ હાજર રહ્યા હતા. સમીરાએ કહ્યું હતું કે, 'શું લગ્ન કરવાની આ શ્રેષ્ઠ રીત નથી?' સમીરાએ જણાવ્યું હતું કે, 'આયોજનની ઝંઝટ ટાળવા

માટે, લગ્ન નિર્ધારિત સમય પહેલાં કરવામાં આવ્યા હતા. આ લગ્નનું આયોજન પહેલા એપ્રિલમાં કરવામાં આવ્યું હતું, પરંતુ પછીથી તેને મુલતવી રાખવામાં આવ્યું હતું.' લગ્નની બધી તૈયારીઓ સમીરાની બહેન સુષ્માએ 10 દિવસમાં પૂર્ણ કરી હતી. સમીરાએ કહ્યું હતું કે, 'લગ્નના પ્લાનિંગમાં ઘણા મહિનાઓ સુધી તણાવ રહે છે... અક્ષયે કહ્યું, કેમ જલ્દી

ન કરવું. મેં કહ્યું - કેમ ન કરવું, પછી અમે તે કરવાનું નક્કી કરી નાખ્યું અને મને ખુશી છે કે અમે તે કર્યું.' સમીરાએ લગ્નમાં સિમ્પલ દક્ષિણ ભારતીય સાડી પહેરી હતી સમીરાએ લગ્નમાં સિમ્પલ દક્ષિણ ભારતીય સાડી પહેરી હતી. સમીરાએ કહ્યું હતું કે, 'મેં મારા જીવનના 11 વર્ષ સ્ક્રીન પર સજજ થઈને

વિતાવ્યા છે. હું મારા લગ્નમાં ખૂબ જ સાદી દેખાવા માગતી હતી. અંતે મેં એક સિમ્પલ દક્ષિણ ભારતીય સાડી પહેરી. કદાચ આ મારા રેડ્ડી પરિવારના સ્વભાવનો પ્રભાવ હતો.' નોંધનીય છે કે, સમીરા ઘણીવાર તેના પતિ અને બાળકો સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. તેને એક પુત્ર અને એક પુત્રી છે.

Leave a Reply

Related Post