Samudrik Shastra : મહિલાઓના નાક પર તલ શુભ કે અશુભ જાણો

Samudrik Shastra : મહિલાઓના નાક પર તલ શુભ કે અશુભ જાણો
Email :

મનુષ્ય શરીર પર ક્યાંકને ક્યાંક તલ કે મસા હોય છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર આ તલ કે સમા કયા ભાગ પર છે તેના પરથી તેની અસર જાણી શકાય છે. હોઠ, ગળુ, નાક, કાન, ગળા અને હાથ-પગ પેટ તળીયા સુધી ક્યા ભાગ પર તલ કે મસા છે તેની કેવી અસર થાય છે તેનુ વર્ણન કરવામાં આવ્યુ છે. તલ કોઇના એકદમ કાળા રંગના હોય છે તો કોઇના શરીર પર તલ લાલ રંગના હોય છે.

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જીવન પર આવા તલ કે નાક પર મસો હોવાથી તેનાથી ફાયદો થાય છે.

નાક પર લાલ રંગનો મસો હોવાથી ફાયદો થાય કે નુકસાન?

જો કોઇ મહિલાના નાક પર કે ગળાના ભાગે લાલ રંગનો મસો હોય તો તે રાણીજેવી રીતે રાજ કરે છે. જીવનમાં એશો આરામ અને સૌભાગ્યની નિશાની છે. હંમેશા ખુશ રહેવાની સાથે સુખી રહે છે. નોકરીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકેછે.

મહિલાના નાક પર કાળો મસો હોવો

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર કાળા રંગનો મસો હોવાથી મહિલાઓને સંઘર્ષ કરવાનો રહે છે. દામ્પત્યજીવનમાં મુશ્કેલી રહે છે. આવી સ્ત્રીઓ કોઇ પણ કામ કરે તેમાં સફળ થઇ શકતી નથી. આ મહિલાઓ ખુબજ ચંચળ, વાચાળ અને ગુસ્સાવાળા સ્વભાવની હોય છે. નાની ઉંમરે વિધવા થવાના યોગ છે.

મહિલાના નાકે ડાબી બાજુ તલ હોવાનો મતલબ છે તે ખુબજ સૌભાગ્યવાળી હોય છે. સંતાન સુખ પ્રાપ્ત કરનારી હોય છે. પિયર પક્ષ તરફથી સારો સહયોગ મળશે. દામ્પત્યજીવનમાં ખુશી રહેશે. નોકરી કરનારાને લાભ મળશે. મહેનત અને ઉંચા પદ પર રહી શકશો.

નાકની વચ્ચે તલ હોવાનો મતલબ

જો કોઇ મહિલાના નાકની વચ્ચે તલ હોય તો તે દરેક ક્ષેત્રે સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેને કોઇ વચ્ચે પડે તે પસંદ નથી. આ મહિલાઓ ખુબજ ખુલ્લા વિચાર ધરાવતી હોય છે.

આ મહિલા સરળતાથી બીજા પર વિશ્વાસ કરી લે છે તેમને કોઇનો ડર નથી લાગતો.

Leave a Reply

Related Post