'બિગ બી' ઘમંડી છે, મારી સામે જોયું પણ નહીં': 'ભાભી જી ઘર પર હૈ' ફેમ સાનંદ વર્માની ફરિયાદ, પહેલી મુલાકાત બાદ બીજી મુલાકાતનું વર્તન એકદમ અલગ જ હતું

'બિગ બી' ઘમંડી છે, મારી સામે જોયું પણ નહીં':'ભાભી જી ઘર પર હૈ' ફેમ સાનંદ વર્માની ફરિયાદ, પહેલી મુલાકાત બાદ બીજી મુલાકાતનું વર્તન એકદમ અલગ જ હતું
Email :

'ભાભી જી ઘર પર હૈં' ટીવી શો ફેમ અભિનેતા સાનંદ વર્માએ તાજેતરમાં બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. સાનંદે જણાવ્યું છે કે- જ્યારે તે પહેલીવાર અમિતાભ બચ્ચનને મળ્યો હતો ત્યારે તે ખૂબ જ ઉત્સાહમાં મળ્યો હતો, પરંતુ જ્યારે તે બીજી વાર મળ્યો ત્યારે બિગ બીએ તેને અવગણ્યો હતો. 'હિન્દી રશ' સાથેની વાતચીતમાં, સાનંદે જણાવ્યું કે તેઓ પહેલી વાર તેમને KBCના પ્રોમો શૂટ દરમિયાન મળ્યા હતા. તે દિવસે તેમને અમિતાભ બચ્ચનનું સ્ટેટસ સમજાયું. તેણે કહ્યું, "જ્યારે હું પહેલી વાર તેમને મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે

હું તેમના દીકરા સાથે કામ કરી રહ્યો છું. મને ખૂબ જ સ્નેહ અને પ્રેમનો અનુભવ થયો." 'એડના શૂટિંગ દરમિયાન 'બિગ બી'એ મને બોલાવ્યો પણ નહીં' પહેલી મુલાકાત પછી સાનંદ ખૂબ જ ખુશ હતો. તેને લાગ્યું કે તેને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની એક શાનદાર તક મળી રહી છે. તેણે કહ્યું, 'એવું લાગતું હતું કે અમારો ખૂબ જ જૂનો સંબંધ છે.' પરંતુ જ્યારે બંને બીજી વખત એક એડ શૂટમાં મળ્યા ત્યારે મામલો અલગ હતો. સાનંદે કહ્યું, 'જ્યારે હું બીજી વાર તેમને મળ્યો ત્યારે તેઓ ખૂબ જ રૂડ (અસભ્ય) લાગ્યાં. અમિતાભ બચ્ચન ખુલીને વાત

નહોતા કરતા. જ્યારે શૂટિંગ પૂરું થયું, ત્યારે હું તેમની પાસે ગયો અને કહ્યું કે- મને ખૂબ જ આનંદ છે કે મને તમારી સાથે બે વાર કામ કરવાની તક મળી. પરંતુ અમિતાભ બચ્ચને તેમના શબ્દોનો જવાબ આપ્યો નહીં કે તેમની તરફ જોયું પણ નહીં.' તેઓ એક પેઇન્ટિંગ જોઈ રહ્યા હતા અને કહ્યું, 'ભગવાન તમને ત્રીજી વખત પણ તક આપે.' સાનંદ હજુ પણ બિગ બીનો આદર કરે છે જોકે, આ અનુભવ પછી પણ, સાનંદે કહ્યું- 'કોઈ ફરિયાદ નથી. હું અમિતજીને ખૂબ પ્રેમ કરું છું, હું તેમનો ખૂબ આદર કરું છું. ઇન્ડસ્ટ્રીમાં તેમના જેવું કોઈ નથી.'

Leave a Reply

Related Post