'બોલિવૂડમાં ભાગલા પડી ગયા છે': સંજય દત્તે કહ્યું- મેં ક્યારેય આવું જોયું નહોતું, લોકો ભટકી ગયા છે જેને જોઈ દુ

'બોલિવૂડમાં ભાગલા પડી ગયા છે':સંજય દત્તે કહ્યું- મેં ક્યારેય આવું જોયું નહોતું, લોકો ભટકી ગયા છે જેને જોઈ દુ:ખ થાય છે
Email :

છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણી મોટી ફિલ્મો પણ હિટ નથી બની રહી. મોટા સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી છે અને ઘણી ફિલ્મો તો થોડા જ દિવસોમાં થિયેટરમાંથી ઊતરી જાય છે. હવે આ મુદ્દે સંજય દત્તે પણ સ્વીકાર્યું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભાગલા પડી ગયા છે. આને દૂર કરવા માટે, સંજય દત્તે ઈન્ડસ્ટ્રીના લોકોને હળીમળીને કામ કરવા વિનંતી કરી છે. તાજેતરમાં સંજય દત્ત 'ધ ભૂતની'ની પ્રમોશનલ ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. એક્ટરે આ સમયે ઇન્ડસ્ટ્રીમાં પડેલા ભાગલા વિશે વાત કરી હતી અને કહ્યું કે- આ જોઈને દુઃખ થાય

છે, મેં પહેલાં ક્યારેય આવું જોયું ન હતું. આપણે લોકો એક પરિવાર હતા અને ભવિષ્યમાં પણ હંમેશા રહીશું. હું થોડો ભટકી ગયો છું. હું કહેવા માંગુ છું કે આ ઈન્ડસ્ટ્રી માટે દરેક ફિલ્મ મહત્વપૂર્ણ છે. દરેક ફિલ્મને તે તક આપવી જોઈએ, ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર, પ્રમોટરો, બધા માટે સમાન હોવું જોઈએ. તેણે આગળ કહ્યું, ભૂતનીને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું નથી, પણ મને ખબર છે કે આ ફિલ્મ ખૂબ સફળ રહેશે. હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વિનંતી કરું છું કે તેઓ સાથે ઉભા રહે અને એકબીજાને મદદ કરે. જેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પ્રગતિ કરી

શકે. હું ફક્ત મારા વિશે જ વાત નથી કરી રહ્યો. હું આપણી આખી કમ્યૂનિટી વિશે વાત કરી રહ્યો છું, મને મારી ઈન્ડસ્ટ્રી પ્રત્યે અઢળક પ્રેમ છે. મંગળવારે મુંબઈમાં ફિલ્મ 'ધ ભૂતની'નો એક પ્રમોશનલ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ હાજર હતી. સંજય દત્તે ખુલ્લી જીપમાં આ કાર્યક્રમમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ 'ધ ભૂતની' એક હોરર ડ્રામા ફિલ્મ છે, જેમાં સંજય દત્ત, મૌની રોય, પલક તિવારી, સની સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 1 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેનું ડિરેક્શન સિદ્ધાંત સચદેવ દ્વારા કરવામાં આવ્યું છે.

Leave a Reply

Related Post