'તમારું ફેવરિટ બોલિવૂડ કપલ કોણ છે?': પત્રકારનો સવાલ સાંભળી સારા ડાફોળિયા મારવા માંડી, થોડો વિચાર કરીને કહ્યું- મેરે પપ્પા ઔર કરીના

'તમારું ફેવરિટ બોલિવૂડ કપલ કોણ છે?':પત્રકારનો સવાલ સાંભળી સારા ડાફોળિયા મારવા માંડી, થોડો વિચાર કરીને કહ્યું- મેરે પપ્પા ઔર કરીના
Email :

મંગળવાર, 4 જૂનના રોજ મુંબઈમાં 'મેટ્રો...ઇન દિનો'ના ટ્રેલર લોન્ચ સમયે, સારા અલી ખાન સાથે એક વિચિત્ર ઘટના બની, મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે તેનું ફેવરિટ બોલિવૂડ કપલ કોણ છે, જે પરિણીત અને સફળ પણ છે. આ પ્રશ્ન સાંભળતા જ સારા મંઝૂવણમાં (આમ-તેમ જોવા લાગે છે) મૂકાઈ ગઈ હોય તેવું લાગ્યું. તે થોડીવાર માટે ચૂપ રહી પરંતુ સારાનો જવાબ રમુજી હતો. 'મેરે પપ્પા ઔર કરીના' જ્યારે સારા અલી ખાન અચકાઈ, ત્યારે તેના કો-એક્ટ્રેસ નીના ગુપ્તાએ પ્રસંગને હળવો કરવા માટે મજાક કરી અને સારાને મુશ્કેલીમાં મૂકવા બદલ રિપોર્ટરને

ચીડવ્યો. થોડા સમય વિચાર કર્યા પછી, સારાએ જવાબ આપ્યો- 'મેરે પપ્પા ઔર કરીના'. કરીના-સૈફ સારાના ફેવરિટ છે પત્રકારે આગળ પૂછ્યું કે- સૈફ અને કરીનાના સંબંધોમાં તેને કયો ગુણ ગમે છે. તે જવાબ આપે તે પહેલાં જ આદિત્ય રોય કપૂરે મજાકમાં કહ્યું- 'હવે આગામી ટ્રેલર લોન્ચ સમયે જવાબ આનો જવાબ મળશે?' આ સાંભળીને આખી પેનલ હસવા લાગે છે. પંકજ ત્રિપાઠી પણ મજા લીધી અને કહ્યું- 'શું તમે આ ક્યાંક અલગથી લખવાના છો?' સારા કરીનાને શું કહે છે? આ પહેલી વાર નથી જ્યારે સારાએ તેના પરિવાર વિશેના પ્રશ્નોના જવાબ આપ્યા હોય.

'કોફી વિથ કરણ'માં સારાએ એક વાર કરીના કપૂર સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. જ્યારે કરણ જોહરે પૂછ્યું કે- શું તેણે ક્યારેય કરીનાને છોટી મા કહી છે, ત્યારે સારાએ જવાબ આપ્યો, 'મને લાગે છે કે જો હું કરીનાને છોટી મા કહીશ તો તેને નર્વસ બ્રેકડાઉન થશે.' 'મેટ્રો...ઇન દિનો' ક્યારે રીલીઝ થશે 'મેટ્રો...ઈન દિનો'માં આદિત્ય રોય કપૂર, પંકજ ત્રિપાઠી, નીના ગુપ્તા, કોંકણા સેન શર્મા, અનુપમ ખેર, ફાતિમા સના શેખ, અલી ફઝલ અને શાશ્વત ચેટર્જી જેવા કલાકારો છે. અનુરાગ બાસુ દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મ 4 જુલાઈએ રિલીઝ થવાની છે.

Leave a Reply

Related Post