સાવરકુંડલાના થોરડીમાં સિંહે માસૂમને ફાડી ખાધો, માત્ર ખોપરી હાથ લાગી: ખેતમજૂરના 5 વર્ષીય દીકરાને વાડીથી 200 મીટર ઢસડી ઝાડીમાં લઈ જઈ શિકાર કર્યો, ટ્રેન્ક્યુલાઈઝરથી બેભાન કરી પાંજરે પૂર્યો

સાવરકુંડલાના થોરડીમાં સિંહે માસૂમને ફાડી ખાધો, માત્ર ખોપરી હાથ લાગી:ખેતમજૂરના 5 વર્ષીય દીકરાને વાડીથી 200 મીટર ઢસડી ઝાડીમાં લઈ જઈ શિકાર કર્યો, ટ્રેન્ક્યુલાઈઝરથી બેભાન કરી પાંજરે પૂર્યો
Email :

સાવરકુંડલા તાલુકાના થોરડી અને રાજુલાની બોર્ડર વિસ્તારમાં એક દુખદ ઘટના બની છે. મધ્યપ્રદેશના ખેત મજૂર પરિવાર સાથે રહેતા 5 વર્ષના બાળક ગુલસિંગ હરિલાલ અજમેરાને સિંહે વાડીથી 200 મીટર દૂર ઝાડીમાં ઢસડી જઈને શિકાર બનાવ્યો હતો અને ફાડી ખાધો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે. ત્યારે વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઈઝર દ્વારા તેને નિષ્ક્રિય કરીને ગણતરીના કલાકમાં પાંજરે પુરવામાં સફળતા મળી છે. બાળકની ખોપરી સાવરકુંડલા હોસ્પિટલ મોકલાઈ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની સીમમાં આવેલા ખેડૂત

અશોકભાઈ રતીભાઈ બરવાળીયાની વાડીમાં ભાગ્યા ખેત મજૂરી તરીકે આ પરિવાર કામ કરતો હતો આ દરમિયાન સિંહ આવી જતા માસૂમ બાળક ગુલસિંગ હીરાલાલ અજમેરા 5 વર્ષ મધ્યપ્રદેશ રાજ્યના રેહવાસી હતા, સિંહ દ્વારા ઉઠાવી 200 મીટર કરતા વધુ અંતર સુધી ઢસડી પરિવાર દ્વારા બચાવવા માટે પ્રયાસ કરતા સિંહ સામે હુમલાનો પ્રયાસ કરતા પરિવાર ડરી ગયો હતો. ત્યારબાદ બાવળની કાંટાળી ઝાડીમાં લઈ જઈ શિકાર કર્યો હતો. વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકની માત્ર ખોપરી મળી આવી હતી. જેને

પીએમ માટે સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વનવિભાગની અલગ અલગ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. પિતા બચાવવા જતાં સિંહે તેમની પાછળ દોડ્યો મૃતકના પિતા હીરાભાઈ અજમેરાએ જણાવ્યું હતું કે, બપોરે અઢી વાગે છોકરા રોટલો ખાવા જતા હતા. એક છોકરાને (સિંહ)ઉપાડી લઈ ગયો. મારા ઘરના બિયારણ લગાડતા હતા. હું વાડીયે રોટલો ખાવા જતાં પાછળથી સિંહ આવ્યો, અમે પાછળ દોડ્યા તો સિંહ અમારી પાછળ દોડ્યો પછી મુક્યો નહિ. અમે શેઠને ફોન કર્યો. આપડા છોકરાને સિંહ ઉપાડી

લઈ ગયો છે. બનાવ કેવી રીતે બન્યો તેની વનવિભાગ તપાસ કરશે ગીર પૂર્વ ડિવિઝન એસીએફ કપિલ ભાટિયાએ જણાવ્યું હતું કે, સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં ખેડૂતની વાડીમાં બાળકને વન્યપ્રાણી સિંહને ઉપાડી દૂર ખસેડી ગયો, વનવિભાગને જાણ થતાં તાત્કાલિક હાજર થયા શેત્રુંજી ગીર પૂર્વ ડિવિઝન તમામ સ્ટાફ હાજર હતા અને ટીમો બનાવી સિંહનું રેસ્ક્યૂ તાત્કાલિક કરવામાં આવ્યું અને બનાવ દુઃખદ છે. આ બનાવ કેવી રીતે બન્યો છે, તે તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને અપીલ છે સિંહોની

અવરજવર હોય તો વનવિભાગને જાણ કરવી. ટ્રેન્ક્યુલાઈઝરથી સિંહ પકડાયો બાળકના હુમલા સ્થળે જ સિંહને ટ્રેક કરવામાં આવ્યો અને ટ્રેન્ક્યુલાઈઝર દ્વારા તેને નિષ્ક્રિય કરીને પાંજરે પુરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં વનવિભાગે ગણતરીની કલાકોમાં જ સફળતા મેળવી હતી, જે માનવ મૃત્યુની ઘટનામાં એક મોટી સિદ્ધિ ગણાય છે. ટ્રેન્ક્યુલાઈઝર શું છે? ટ્રેન્ક્યુલાઈઝર એ એક પ્રકારની દવા અથવા શસ્ત્ર છે, જેનો ઉપયોગ પ્રાણીઓને શાંતિપૂર્વક પકડવા માટે કરવામાં આવે છે. આ દવા પ્રાણીને નિષ્ક્રિય (અસ્થાયી રીતે બેભાન અથવા શાંત) બનાવે છે, જેથી

તેને પાંજરે પુરવામાં અથવા અન્ય સ્થળે ખસેડવામાં સરળતા થાય. ટ્રેન્ક્યુલાઈઝર ગન વનવિભાગ અને પ્રાણી સંરક્ષણ ટીમો દ્વારા ખાસ કરીને વન્ય પ્રાણીઓ, જેમ કે સિંહ, વાઘ, હાથી વગેરેને પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પદ્ધતિ પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યા વિના તેમને નિયંત્રિત કરવા માટે ખૂબ જ અસરકારક છે. સિંહને એનિમલકેર સેન્ટર ખસેડાયો પાંજરે પુરાયેલા સિંહને વધુ તપાસ અને દેખરેખ માટે એનિમલકેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે. વનવિભાગે જણાવ્યું કે આ સિંહને માનવ વસાહતથી દૂર રાખવા માટે ખાસ

વ્યવસ્થા કરવામાં આવશે. સિંહે પરિવાર વચ્ચેથી બાળકને ઉપાડ્યો મધ્યપ્રદેશના ખેત મજૂર પરિવાર થોરડીની સીમ વિસ્તારમાં રહેતો હતો. બપોરે સિંહે પરિવાર વચ્ચેથી 5 વર્ષના ગુલસિંગને ઉપાડી લીધો અને ઝાળી જાખરામાં ઢસડી ગયો હતો. આ ઘટનાથી પરિવાર શોકમગ્ન છે. વનવિભાગની તાત્કાલિક કાર્યવાહી સિંહે બાળકનો શિકાર કર્યા બાદ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. શેત્રુંજી ડિવિઝન અને ગીર પૂર્વ ડિવિઝન દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને સિંહને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. મેગા ઓપરેશન ચાલ્યું વનવિભાગે સિંહને પકડવા માટે વિશેષ

ટીમો ગોઠવી હતી અને સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ટ્રેકિંગ, ડ્રોન અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોમાં ભયનો માહોલ આ દુર્ઘટનાને કારણે થોરડી અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છે. સ્થાનિક લોકોમાં સિંહના આકસ્મિક હુમલાને લઈને ચિંતાનો માહોલ છે. વનવિભાગે લોકોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે બહાર ન જવા માટે સૂચના આપી છે. મેગા ઓપરેશન પૂર્ણ થયું છે અને સિંહને પકડી લેવામાં આવ્યો. આ વિસ્તારમાં સિંહના પ્રવેશને રોકવા માટે ખાસ

આયોજન કરવામાં આવશે. વનવિભાગની અપીલ વનવિભાગે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે જો સિંહને ક્યાંય જોવામાં આવે તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવે. 8 મહિનામાં સિંહના 7 જીવલેણ હુમલાઓ, લોકોમાં ફફડાટ ગીરના સિંહો માટે પ્રખ્યાત અમરેલી જિલ્લામાં છેલ્લા 8 મહિનામાં સિંહના હુમલાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આ સમયગાળામાં 7 જીવલેણ હુમલાઓમાં 6 લોકોના જીવ ગયા છે, જ્યારે કેટલાક ઘાયલ થયા છે. આ ઘટનાઓએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો છે અને વનવિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.

Leave a Reply

Related Post