આજે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી: આગામી 4 દિવસમાં તાપમાનમાં બે-ચાર ડિગ્રીનો વધારો થશે, આજે અમદાવાદ-રાજકોટમાં 40 ડિગ્રી ગરમીનું અનુમાન

આજે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી:આગામી 4 દિવસમાં તાપમાનમાં બે-ચાર ડિગ્રીનો વધારો થશે, આજે અમદાવાદ-રાજકોટમાં 40 ડિગ્રી ગરમીનું અનુમાન
Email :

રાજ્યમાં માવઠાની અસર ઓછી થતા હવે ફરી ગરમીની અસર દેખાવા લાગી છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી નજીક નોંધાઈ રહ્યું છે, જોકે મેં મહિનો હોવાના કારણએ હજી પણ મોટાભાગના શહેરોમાં સરેરાશ કરતા ઓછું જ તાપમાન નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાને બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળે વરસાદની શક્યતા

છે. 17 તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયાં સ્થળે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આજે 18 જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 18 જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે હળવા વરસાદની આગાહી છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળો પર વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં, જેમ કે

અરવલ્લી, પંચમહાલ, દાહોદંડ મહિસાગર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી વચ્ચે ગરમી પણ અનુભવાશે રાજ્યમાં આજે અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં 40 ડિગ્રી આસપાસ ગરમી નોંધાય તેવી શક્યતા છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી 14 મેએ વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન

Leave a Reply

Related Post