સ્કૂલ બસે બાઈકસવારને કચડ્યો CCTV: બોટાદમાં આદર્શ ખાનગી સ્કૂલની બસ-બાઈક વચ્ચે અકસ્માત; બે દિવસની ટૂંકી સારવારમાં બાઈકચાલકનું મોત

સ્કૂલ બસે બાઈકસવારને કચડ્યો CCTV:બોટાદમાં આદર્શ ખાનગી સ્કૂલની બસ-બાઈક વચ્ચે અકસ્માત; બે દિવસની ટૂંકી સારવારમાં બાઈકચાલકનું મોત
Email :

બોટાદના હવેલી ચોક વિસ્તારમાં બે દિવસ પહેલા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આદર્શ ખાનગી સ્કૂલની બસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ગઈ તારીખ 20મી ફેબ્રુઆરીના રોજ બોટાદ શહેરનાં પાળીયાદ રોડ પર આવેલા

હવેલી ચોક વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. ખસ ગામના રહેવાસી મહોબતસિંહ ચાવડા બાઈક પર સવાર હતા. તેઓ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન આદર્શ ખાનગી સ્કૂલની બસની નીચે તેમનું બાઈક આવી ગયું હતું. નજીકના

સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, કેવી રીતે બાઈક સ્કૂલ બસની નીચે આવી ગઈ હતી. આ અકસ્માતમાં મહોબતસિંહ ચાવડાને ગંભીર ઈજાઓ થઈ હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

Related Post