ધો-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો બીજો દિવસ: સાબરકાંઠાના 10 કેન્દ્ર પર 991 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા, 4 ગેરહાજર

ધો-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો બીજો દિવસ:સાબરકાંઠાના 10 કેન્દ્ર પર 991 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા, 4 ગેરહાજર
Email :

સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના બીજા દિવસે 10 કેન્દ્રો પર કુલ 995 વિદ્યાર્થીમાંથી 991 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જ્યારે 4 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. 6થી 17 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ પરીક્ષામાં કુલ 7,180 વિદ્યાર્થીઓ ભાગ લેશે.

7 ફેબ્રુઆરીએ યોજાયેલી પરીક્ષામાં સવારે 10થી 1 અને બપોરે 2થી 5 વાગ્યા સુધી બે સત્રમાં રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. સવારના સત્રમાં 523માંથી 520 વિદ્યાર્થી હાજર રહ્યા હતા, જ્યારે બપોરના સત્રમાં 472માંથી

471 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જિલ્લામાં હિંમતનગરમાં સૌથી વધુ ચાર કેન્દ્રો છે, જ્યારે ઈડરમાં બે કેન્દ્રો છે. તલોદ, ઈડરના ઉમેદગઢ, વડાલી અને ખેડબ્રહ્મામાં એક-એક કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ રહી છે. આ તમામ કેન્દ્રો પર પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી.

Related Post