નવસારીના દરિયાકિનારે સુરક્ષા વ્યવસ્થા કડક: 52 કિલોમીટર વિસ્તારમાં મરીન પોલીસ અને કમાન્ડોનું 24 કલાક પેટ્રોલિંગ

નવસારીના દરિયાકિનારે સુરક્ષા વ્યવસ્થા કડક:52 કિલોમીટર વિસ્તારમાં મરીન પોલીસ અને કમાન્ડોનું 24 કલાક પેટ્રોલિંગ
Email :

નવસારી જિલ્લાના દરિયાકિનારે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ અનુસાર વહીવટી તંત્રએ સતર્કતા વધારી છે. નવસારીના 52 કિલોમીટર લાંબા દરિયાઈ વિસ્તારમાં ચુસ્ત

સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મરીન પોલીસ, સ્થાનિક પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો 24 કલાક પેટ્રોલિંગ કરી રહ્યા છે. દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વોચર્સ ગ્રુપને પણ

સક્રિય કરવામાં આવ્યા છે. દરિયાકિનારા નજીકના ગામોમાં પોલીસે જરૂરી સૂચનાઓ આપી છે. લોકોને કોઈ શંકાસ્પદ બોટ કે વ્યક્તિ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Related Post