સેમિકન્ડક્ટર ક્રાંતિમાં, કમાણી જ કમાણી: ધોલેરા SIRની સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીમાં કરિયરનો મોકો; અભ્યાસ, કોર્સ, કોલેજ, પગાર અને નોકરીની સંપૂર્ણ માહિતી

સેમિકન્ડક્ટર ક્રાંતિમાં, કમાણી જ કમાણી:ધોલેરા SIRની સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીમાં કરિયરનો મોકો; અભ્યાસ, કોર્સ, કોલેજ, પગાર અને નોકરીની સંપૂર્ણ માહિતી
Email :

નમસ્કાર વિદ્યાર્થીઓ અને વાલીઓ! શું તમે ભવિષ્યલક્ષી કારકિર્દી શોધી રહ્યા છો જે તમને ગુજરાતમાં રહીને જ સફળતાના શિખરો સર કરાવે? તો તમારા માટે સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી એક સુવર્ણ તક લઈને આવવાની છે. જેવી રીતે 90ના દાયકામાં ભારતમાં IT ક્રાંતિ આવી હતી, તેવી જ રીતે હવે સેમિકન્ડક્ટર ક્રાંતિ આવી રહી છે અને તેનું કેન્દ્ર આપણું ગુજરાત બની રહ્યું છે! તો સેમિકન્ડક્ટર ફિલ્ડમાં જંપલાવી તમારી સફળ કારકિર્દી બનાવી શકો છો. આ ફિલ્ડ શું છે અને તેનું મહત્વ આજના ડિજિટલ યુગમાં આપણે જે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વાપરીએ છીએ જેમ કે સ્માર્ટફોન, કમ્પ્યુટર, કાર, સ્માર્ટ એપ્લાયન્સિસ વગેરે તે

બધા સેમિકન્ડક્ટર ચિપ્સ એટલે કે IC (ઈન્ટીગ્રેટેડ સર્કિટ) પર આધારિત છે. સેમિકન્ડક્ટર એ નાના ઇલેક્ટ્રોનિક ઘટકો છે જે આધુનિક ટેકનોલોજીનો પાયો છે. આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી એટલે ટેકનોલોજીના ભવિષ્યનો એક ભાગ બનવું. ગુજરાતના ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) માં સેમિકન્ડક્ટર ઉદ્યોગ ઝડપથી વિકસવાની સંભાવના છે. ભારત સરકારની સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ, આગામી પાંચ વર્ષમાં 2 લાખ જેટલી નવી નોકરીઓ ઊભી થવાનો અંદાજ છે, જેમાંથી મોટો ભાગ ગુજરાતમાં હશે. ઈન્દ્રશિલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. ડી. જે શાહ જણાવે છે કે, ટાટા, તાઈવાનની પાવર ચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ, માઈક્રોન, સીજી પાવર, રેનેસાસ, નેક્સ્ટ જેન,

આઈજી ગ્રુપ અને ઇન્ફિનિટી ઇન્ફ્રાકોન, વેદાંતા-ફોક્સકોન, કાયનેસ સેમિકોન જેવી અનેક ઇન્ડસ્ટ્રીઓ મળીને અંદાજે 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવા જઈ રહી છે. આ ફિલ્ડમાં આવવા શું ભણવું? આ ફિલ્ડમાં પ્રવેશ મેળવવા માટે, વિદ્યાર્થીઓએ ધોરણ 12 પછી એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ (EC - Electronics and Communication Engineering) પસંદ કરવી પડે છે. આ કોર્સ તમને સેમિકન્ડક્ટર ટેકનોલોજી માટે જરૂરી પાયાનું જ્ઞાન આપશે. વિષય નિષ્ણાત પુલકિત ઓઝા, આ વિશે વધુ સ્પષ્ટતા કરતા કહે છે, ગુજરાતની અંદર 4 મલ્ટીનેશનલ કંપની જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી બેઝ્ડ છે તે આવી રહી છે. એના માટે ધોરણ 12 પછી એન્જિનિયરિંગની

અંદર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ જે સિલેક્ટ કરે એ વિદ્યાર્થીઓ માટે ઓપ્શન્સ ખુલી શકે. શું ભણાવવામાં આવે છે? આ કોર્સમાં તમે મુખ્યત્વે ઇન્ટીગ્રેટેડ સર્કિટ (IC) ડિઝાઇન, ગેટ બેઝ્ડ લોજીક (Gate Based Logic), અને સેમિકન્ડક્ટર ડિવાઈસ (Semiconductor Devices) જેવા વિષયોનો અભ્યાસ કરશો. આ ઉપરાંત, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ, કમ્યુનિકેશન સિસ્ટમ્સ, માઇક્રોપ્રોસેસર્સ અને માઇક્રોકંટ્રોલર્સ જેવા વિષયો પણ શીખવવામાં આવે છે, જે આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે ખૂબ જ જરૂરી છે. ગુજરાત અને ભારતમાં ક્યાં અભ્યાસ કરી શકાય? ગુજરાતમાં EC એન્જિનિયરિંગ માટે લગભગ 3 હજાર જેટલી સીટ ઉપલબ્ધ છે અને લગભગ 46 કોલેજોમાં તમે આ ડિગ્રી મેળવી શકો છો.

ગુજરાતની ટોચની કોલેજો: ભારતની અન્ય પ્રખ્યાત કોલેજો: કોર્સ ફી કેટલી હોય છે? કોર્સ ફી સંસ્થા પર આધાર રાખે છે. સરકારી કોલેજો અને IIT/NIT માં ફી પ્રમાણમાં ઓછી હોય છે (સામાન્ય રીતે ₹50,000 થી ₹2 લાખ પ્રતિ વર્ષ), જ્યારે ખાનગી યુનિવર્સિટીઓમાં તે ₹1.5 લાખથી ₹3 લાખ કે તેથી વધુ પ્રતિ વર્ષ હોઈ શકે છે. શું બની શકાય અને ક્યાં નોકરી મળે? સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં EC એન્જિનિયર્સ માટે વિવિધ ભૂમિકાઓ ઉપલબ્ધ છે, જેમ કે: પુલકિત ઓઝા ઉમેરે છે, " આ ઉપરાંત, માઈક્રોન, CG પાવર, રેનેસાસ, વેદાંતા ફોક્સકોન જેવી કંપનીઓ પણ ભારતમાં મોટા પાયે ભરતી

કરશે. માત્ર સેમિકન્ડક્ટર ફિલ્ડ જ નહીં, પરંતુ સંબંધિત ક્ષેત્રો જેવા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ (ML) અને કમ્પ્યુટર સાયન્સમાં પણ EC એન્જિનિયર્સ માટે ઉજ્જવળ તકો રહેલી છે. આ સિવાય પુલકિત ઓઝા કહે છે, AI ML, કમ્પ્યુટર આ ફિલ્ડના કેટલાક સારા સ્ટુડન્ટ હશે તેમની રિક્વાયરમેન્ટ રહેશે પગાર અને પ્લેસમેન્ટ રેટ આ ફિલ્ડમાં કારકિર્દી બનાવનારા વિદ્યાર્થીઓ માટે સારા પ્લેસમેન્ટ સાથે આકર્ષક પગાર પેકેજની અપેક્ષા રાખી શકાય છે. પુલકિત ઓઝા આ મામલે કહે છે કે, પગાર વૃદ્ધિનો અંદાજ: શરૂઆતનો પગાર: ₹6-10 લાખ રૂપિયા પ્રતિ વર્ષ 5 વર્ષના અનુભવ પછી: ₹12-20 લાખ પ્રતિ વર્ષ 10 વર્ષના

અનુભવ પછી: ₹20-30 લાખ કે તેથી વધુ પ્રતિ વર્ષ ટોચની કોલેજોમાં પ્લેસમેન્ટ રેટ સામાન્ય રીતે ખૂબ ઊંચો હોય છે, જે લગભગ 80-95% સુધી પહોંચે છે. શા માટે આ કોર્સ પસંદ કરવો? સેમિકન્ડક્ટર ઉદ્યોગ વૈશ્વિક સ્તરે ઝડપથી વિકસી રહ્યો છે. 5G ટેકનોલોજી, AI, IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ), ઇલેક્ટ્રિક વાહનો અને ઓટોનોમસ ડ્રાઇવિંગ જેવા ક્ષેત્રોમાં સેમિકન્ડક્ટર ચિપ્સની માંગ સતત વધી રહી છે. આ કોર્સ તમને ભવિષ્યની આ માંગને પહોંચી વળવા માટે સજ્જ કરશે અને તમને ટેકનોલોજીના સૌથી આધુનિક ક્ષેત્રમાં કામ કરવાની તક આપશે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એ માત્ર નોકરીની તકો નથી, પરંતુ ભવિષ્યની ટેકનોલોજીનો પાયો

છે. જો તમે ટેકનોલોજીમાં રસ ધરાવો છો અને ગુજરાતમાં રહીને જ એક ઉજ્જવળ કારકિર્દી બનાવવા માંગો છો, તો EC એન્જિનિયરિંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. વધુ માહિતીના સ્ત્રોત તરીકે તમે શૈક્ષણિક વેબસાઇટ્સ, સરકારી પોર્ટલ, ઉદ્યોગ અહેવાલો અને શૈક્ષણિક સંસ્થાઓની માહિતીનો ઉપયોગ કરી શકો છો. છતાં, કોઈપણ કોર્સમાં પ્રવેશ લેતા પહેલા સંબંધિત સંસ્થા અને અભ્યાસક્રમ વિશે વિગતવાર તપાસ કરવી હિતાવહ છે. કરિયર ગુરુના વધુ એપિસોડ માટે નીચેની લિંક પર ક્લિક કરો કોમર્સ પછીના આ 4 કોર્સ લાખોમાં કમાણી કરાવશે:એક્સપર્ટે જણાવી કોર્સ, સીટ, આવડત અને પગારની A to Z વિગતો;

ભીડથી બચવા વિદ્યાર્થી-વાલીઓએ જાણવું જોઈએ ધો. 10 પછી ડિપ્લોમા કરી લાખો કમાવો:એક્સપર્ટે જણાવ્યા 3 બેસ્ટ ડિપ્લોમા કોર્સ; જાણો સીટ, આવડત અને પગારની A to Z વિગતો એન્જિનિયરિંગનાં 4 'ફ્યુચરિસ્ટિક ફિલ્ડ'ની A to Z ફાયર ડિટેઇલ્સ!:મરીન-મેકાટ્રોનિક્સ-EV-AI-MLનો કોર્સ કરી લાખો કમાઓ; જાણો ક્રાઇટેરિયા, કોલેજ, સીટ, ફી, પ્લેસમેન્ટની માહિતી કોમર્સ પછી ડોલરિયા સપનાં જોવા આ 4 કોર્સ કરો!:કોમર્સ પછી ITમાં જવા શું કરવું? US CPA, ACCA, US CMA, US EAની કમ્પ્લીટ ગાઇડ સોમનાથ યુનિ.થી ધર્મના માર્ગે કારકિર્દી બનાવો:ટેમ્પલ મેનેજમેન્ટ (ડિપ્લોમા): મંદિરમાં ડિજિટલ દર્શનથી PR સુધી, પરીક્ષાથી શું બની શકાય જેવી A to Z વિગતો

Leave a Reply

Related Post