વડોદરા ખાણ-ખનીજનો સિનીયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો: રેતીનો સ્ટોક કરવાની પરવાનગી માટે ફરિયાદી પાસે 2 લાખ માગ્યા; ACBએ 2ની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા

વડોદરા ખાણ-ખનીજનો સિનીયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો:રેતીનો સ્ટોક કરવાની પરવાનગી માટે ફરિયાદી પાસે 2 લાખ માગ્યા; ACBએ 2ની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા
Email :

ભ્રષ્ટાચારથી ખદબદતા વડોદરા ખાણ-ખનીજ વિભાગના સિનીયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રૂપિયા 2 લાખની લાંચ લેતાં ઝડપી પાડયો હતો. લાંચની રકમ આવ્યા બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ભુસ્તર શાસ્ત્રી સહિત સંબંધિત ચાર ભાગીદાર અધિકારીઓ અને કર્મચારીઓને જાણ કરતા એસીબીએ અન્ય ત્રણ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. રેતીનો સ્ટોક કરવા માટેની પરવાનગી આપવા માટે લાંચ માગી હતી. આજે બંને આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ACB 5 દિવસના રિમાન્ડ માંગી શકે છે. આ સાથે આરોપી કિરણ પરમારના ઘરે સર્ચ કરતાં કંઇ મળી આવ્યું નથી. આરોપી યુવરાજસિંહ ગોહિલને ત્યાં પણ સર્ચ કરવામાં આવ્યું છે. ક્લાર્કે તમામ

સ્ટાફના વહિવટ માટે 2 લાખ માગ્યા હતાં મળેલી માહિતી પ્રમાણે, આ કામના ફરિયાદીએ વડોદરામાં કુબેર ભુવન આઠમા માળે આવેલી ખાણ-ખનીજ વિભાગ ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીના કામે આ કામના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલને મળ્યા હતાં. જેઓએ ફરિયાદીની અરજી મંજૂર કરવાના કામ માટે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચની માંગણીની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો ફરિયાદ આધારે વડોદરા એ.સી.બી.ના મદદનીશ નિયામક પરેશ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ રાજપીપળા એસીબીના પીઆઇ ડી.ડી. વસાવાએ સ્ટાફની મદદથી 12 મે, 2025

ના રોજ લાંચના છટકાનુ આયોજન કર્યું હતું. સિનીયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલે ફરિયાદીને લાંચની રકમ લઇ પ્રેમાવતી, રેસ્ટોરન્ટ, BAPS હોસ્પિટલ, વડોદરા ખાતે બોલાવ્યો હતો. જ્યાં તે ફરિયાદી પાસેથી પંચો સમક્ષ હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. બેની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી લાંચની રકમ આવ્યા બાદ તેઓએ સ્ટાફના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓને પણ રૂપિયા 2 લાખ આવી ગયા હોવાની ટેલિફોનથી જાણ કરી હતી. આથી એસીબીએ આ લાંચ લેવાના ગુનામાં અન્ય ત્રણ સામે પણ ગુનો દાખલ કર્યો છે. હાલમાં ACBએ બે લોકોની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાંચ કેસમાં સંડોવાયેલા આરોપીઓ

Leave a Reply

Related Post