સેન્સેક્સ 899 પોઈન્ટ વધીને 76,348 પર બંધ: નિફ્ટીમાં 283 પોઈન્ટનો વધારો; IT અને ઓટો શેરોમાં સૌથી વધુ ઉછાળો

સેન્સેક્સ 899 પોઈન્ટ વધીને 76,348 પર બંધ:નિફ્ટીમાં 283 પોઈન્ટનો વધારો; IT અને ઓટો શેરોમાં સૌથી વધુ ઉછાળો
Email :

આજે શેરમાર્કેટમાં તેજી રહી. સેન્સેક્સ 899.01 પોઈન્ટ (1.19%) વધીને 76,348 પર અને નિફ્ટી 283.05 પોઈન્ટ(1.24%) વધીને 23,190 પર બંધ થયો હતો. આઇટી અને ઓટો શેર સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. બજારમાં તેજીના 3 કારણો સકારાત્મક સંકેત: 19 માર્ચે, યુએસ ડાઉ જોન્સ 0.92% વધીને 41,964 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 1.41% વધ્યો, જ્યારે SP 500 ઇન્ડેક્સ 1.08% વધ્યો. એશિયન બજારોમાં, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.11% વધ્યો છે. બાઇંગ મોમેન્ટમ: ગયા વર્ષે ઓક્ટોબરથી સતત ઘટાડા બાદ, હવે બજારમાં થોડી રિકવરી જોવા મળી રહી છે. સારા ફંડામેન્ટલ્સ ધરાવતા ઘણા શેર સસ્તા ભાવે ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, રોકાણકારો ખરીદી કરી રહ્યા છે, જેના કારણે બજારમાં

તેજી જોવા મળી રહી છે. સેક્ટોરલ પર્ફોર્મન્સ: આજે NSEના તમામ 19 ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં છે. નિફ્ટી ઓટો 1.48% વધ્યો છે. FMCG, ઓટો, મીડિયા અને મેટલ સૂચકાંકોમાં પણ 1%થી વધુનો વધારો થયો છે. ઓલા ઇલેક્ટ્રિકના 6 સ્ટોર્સ પર દરોડા, શેર 4% ઘટ્યા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મધ્યપ્રદેશમાં ઓલા ઇલેક્ટ્રિકના 6 સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા છે. બે સ્ટોર જબલપુરના છે અને ચાર સ્ટોર ઇન્દોરના છે. ઓલા ઇલેક્ટ્રિકના તમામ છ સ્ટોર્સ ટ્રેડ સર્ટિફિકેટ વિના કાર્યરત હોવાનું જાણવા મળ્યું. ઓલાને સ્પષ્ટતા આપવા માટે ત્રણ દિવસની નોટિસ આપવામાં આવી છે. આ સમાચાર પછી, ઓલાના શેર આજે રૂ. 2.09 (3.88%) ઘટીને રૂ. 51.76 પર ટ્રેડ

થઈ રહ્યા છે. એક મહિનામાં ઓલાનો શેર 16%થી વધુ ઘટ્યો છે. 6 મહિનામાં સ્ટોક 50%ોથી વધુ ઘટ્યો છે. અમેરિકન બજારોમાં તેજી જોવા મળી એરિસઇન્ફ્રા સોલ્યુશન્સનો IPO આજે ખુલશે એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO 20 માર્ચે ખુલશે. રોકાણકારો 25 માર્ચ સુધી આ ઇશ્યૂ માટે બોલી લગાવી શકશે. કંપનીના શેર 28 માર્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ થશે. ગઈકાલે બજારમાં તેજી હતી અગાઉ, ગઈકાલે એટલે કે 19 માર્ચે બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 147 પોઈન્ટના વધારા સાથે 75,449પર બંધ થયો. નિફ્ટી 73 પોઈન્ટ વધીને 22,907 પર બંધ થયો હતો.

Leave a Reply

Related Post