સેન્સેક્સ ઉપલા સ્તરેથી લગભગ 800 પોઈન્ટ ગગડ્યો: તે 73,000ની સપાટીએ કારોબાર કરી રહ્યો, સરકારી બેંકોના શેર સૌથી વધુ ઘટ્યા

સેન્સેક્સ ઉપલા સ્તરેથી લગભગ 800 પોઈન્ટ ગગડ્યો:તે 73,000ની સપાટીએ કારોબાર કરી રહ્યો, સરકારી બેંકોના શેર સૌથી વધુ ઘટ્યા
Email :

આજે સોમવારે (3 માર્ચ) સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ ઘટીને 73,000ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 100 પોઈન્ટ ડાઉન છે. 22,000ના સ્તરે છે. સવારે, સેન્સેક્સે ગ્રીન રંગમાં ખુલ્યા બાદ 73,649ની હાઈ સપાટી બનાવી હતી. એટલે કે બજાર ઉપરના સ્તરોથી લગભગ 500 પોઈન્ટ્સ તૂટ્યું છે. સરકારી બેંકોના શેર સૌથી વધુ તૂટ્યા છે. નિફ્ટી પીએસયુ

બેંક ઈન્ડેક્સ 1.50% ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. મીડિયા ઈન્ડેક્સમાં પણ લગભગ સમાન ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, ઓટો અને આઈટી ઈન્ડેક્સ અડધા ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા છે. ગ્લોબલ માર્કેટમાં 1%થી વધુની તેજી શુક્રવારે સેન્સેક્સ 1414 પોઈન્ટ ઘટ્યો હતો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શુક્રવાર (28 ફેબ્રુઆરી)ના રોજ, સેન્સેક્સ 1414 પોઈન્ટ (1.90%) ઘટીને 73,198 પર બંધ થયો.

નિફ્ટી પણ 420 પોઈન્ટ (1.86%) ઘટીને 22,124 પર બંધ થયો હતો. બીએસઈ સ્મોલકેપ 1,028 પોઈન્ટ (2.33%) ઘટીને 43,082 પર બંધ થયો. મિડકેપ પણ 853 પોઈન્ટ (2.16%) ઘટીને 38,592 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરમાંથી 29 શેરમાં ઘટાડો થયો અને માત્ર એક (HDFC બેંક) માં તેજી રહી. નિફ્ટીના 50 શેરમાંથી 45 શેરમાં ઘટાડો થયો અને માત્ર 5 શેરમાં તેજી રહી.

Related Post