આજે શેરબજારમાં સામાન્ય ઘટાડો: સેન્સેક્સ 12 પોઈન્ટ ઘટીને 74,589 પર અને નિફ્ટી 20 પોઈન્ટ ઘટીને 22,527 પર કારોબાર કરી રહ્યો છે

આજે શેરબજારમાં સામાન્ય ઘટાડો:સેન્સેક્સ 12 પોઈન્ટ ઘટીને 74,589 પર અને નિફ્ટી 20 પોઈન્ટ ઘટીને 22,527 પર કારોબાર કરી રહ્યો છે
Email :

આજે એટલે કે ગુરુવાર (27 ફેબ્રુઆરી), સેન્સેક્સ 12 પોઈન્ટ ઘટીને 74,589ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 20 પોઈન્ટ ઘટીને 22,527ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરમાં ઘટાડો છે અને 10 શેરમાં તેજી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 33શેરોમાં ઘટાડો અને 17 શેરોમાં વધારો જોવા મળ્યો છે. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં,

ઓટો સેક્ટર 0.86%, મીડિયા 0.92% અને રિયલ્ટી 0.51% ઘટ્યું છે. જ્યારે મેટલ અને ફાઈનાન્સિયલ સર્વિસમાં તેજી છે. ગ્લોબલ માર્કેટમાં મિશ્ર કારોબાર મંગળવારે સેન્સેક્સમાં તેજી, નિફ્ટી ઘટ્યો ગઈકાલે એટલે કે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિત્તે શેરબજાર બંધ હતું. અગાઉના દિવસે એટલે કે મંગળવાર (25 ફેબ્રુઆરી) ના રોજ, સેન્સેક્સ 147 પોઈન્ટના વધારા સાથે 74,602 પર બંધ થયો હતો.

તેમજ, નિફ્ટી 5 પોઇન્ટ ઘટીને 22,547 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં તેજી અને 14 ઘટ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેરો વધ્યા અને 31 શેર ઘટ્યા હતા. નિફ્ટી મેટલ 1.54%, પીએસયુ એટલે કે સરકારી બેંકોના ઇન્ડેક્સ 1.22% અને નિફ્ટી રિયલ્ટી 1.31% ઘટ્યા હતા. મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટીમાં સામાન્ય તેજી જોવા મળી હતી.

Related Post