સેન્સેક્સ 350 પોઈન્ટ ઘટીને 76,700 પર કારોબાર કરી રહ્યો છે: નિફ્ટી 100 પોઈન્ટથી વધુ તુટ્યો, NSEના IT સેક્ટરમાં સૌથી વધુ 2.13%નો ઘટાડો

સેન્સેક્સ 350 પોઈન્ટ ઘટીને 76,700 પર કારોબાર કરી રહ્યો છે:નિફ્ટી 100 પોઈન્ટથી વધુ તુટ્યો, NSEના IT સેક્ટરમાં સૌથી વધુ 2.13%નો ઘટાડો
Email :

આજે એટલે કે ગુરુવાર, 17 એપ્રિલના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 350 પોઈન્ટ ઘટીને 76,700ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 100 પોઈન્ટથી વધુ તુટ્યો છે, તે 23,300ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HCL, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસના

શેર 2.50% સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા છે. તેમજ, ICICI બેંક, એરટેલ અને NTPC ના શેર 1.30% વધીને ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. NSEના સેક્ટોરલ ઈન્ડેક્સમાં, IT સૌથી વધુ 2.13% ઘટ્યો છે. આ ઉપરાંત, ઓટો, મેટલ અને FMCG શેરોમાં 1% સુધીનો ઘટાડો જોવા

મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સામાન્ય ઘટાડો, FII એ ₹3,936 કરોડના શેર ખરીદ્યા અમેરિકાએ ચીન પર 245% ટેરિફ લાદ્યો અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર વધી રહ્યું છે. 16 એપ્રિલના રોજ, અમેરિકાએ ચીન પર વધારાના 100% ટેરિફની જાહેરાત કરી. આ પછી, અમેરિકામાં આયાત થતા ચીની માલ પર કુલ ટેરિફ 245% સુધી વધી ગયો છે.

ચીને 11 એપ્રિલે અમેરિકન માલ પર 125% ટેરિફ લાદ્યો હતો, જેના જવાબમાં ટ્રમ્પે નવો ટેરિફ લાદ્યો છે. અગાઉ, ચીને કહ્યું હતું કે હવે તે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા કોઈપણ વધારાના ટેરિફનો જવાબ આપશે નહીં. ગઈકાલે શેરબજારમાં 309 પોઈન્ટની તેજી રહી હતી ગઈકાલે એટલે કે બુધવાર, 16 એપ્રિલના રોજ, શેરબજારમાં ઘટાડા પછી વધારો જોવા

મળ્યો. સેન્સેક્સ 309 પોઈન્ટના વધારા સાથે 77,044પર બંધ થયો હતો. તે દિવસના નીચલા સ્તરથી 500 પોઈન્ટ રિકવર થયો. નિફ્ટી પણ 109 પોઈન્ટ વધીને 23,437 પર બંધ થયો. તે દિવસના નીચલા સ્તરથી 164 પોઈન્ટ રિકવર થયો. સેન્સેક્સના 30 માંથી 18 શેરોમાં તેજી જોવા મળી. ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં સૌથી વધુ 6.78%, એક્સિસ બેંકના શેરમાં 3.95%

અને અદાણી પોર્ટ્સના શેરમાં 1.81%નો વધારો થયો. મારુતિ, ઇન્ફોસિસ અને ટાટા મોટર્સના શેરમાં 1.50% સુધીનો ઘટાડો થયો હતો. નિફ્ટીના 20 માંથી 33 શેરોમાં તેજી જોવા મળી. NSEના સેક્ટોરલ ઈન્ડેક્સમાં, જાહેર ક્ષેત્રની બેંકોનો ઈન્ડેક્સ 2.37%, મીડિયા 1.88%, ખાનગી બેંકોનો ઈન્ડેક્સ 1.74%, ઓઈલ અને ગેસ 1.33% અને નાણાકીય સેવાઓનો ઈન્ડેક્સ 0.91% વધીને બંધ થયો હતો.

Leave a Reply

Related Post