સેન્સેક્સ 350 પોઈન્ટ વધીને 74,400 પર ટ્રેડ: નિફ્ટી 50 પોઈન્ટ વધ્યો; MM, ઝોમેટો અને એરટેલના શેરમાં વધારો

સેન્સેક્સ 350 પોઈન્ટ વધીને 74,400 પર ટ્રેડ:નિફ્ટી 50 પોઈન્ટ વધ્યો; MM, ઝોમેટો અને એરટેલના શેરમાં વધારો
Email :

શેરબજારમાં આજે એટલે કે ગુરુવારે (13 માર્ચ) તેજી છે. સેન્સેક્સ લગભગ 350 પોઈન્ટના વધારા સાથે 74,400ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 50 પોઈન્ટ વધીને 22,550 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરો ઉપર છે અને ફક્ત 1 શેર નીચે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 1.52%, ઝોમેટો 1.39% અને એરટેલના શેરમાં 1.36%નો વધારો થયો છે. જ્યારે કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 0.12%નો ઘટાડો જોવા મળ્યો છે.

નિફ્ટીના 50 શેરોમાંથી 38 ઉપર, 7 નીચે જ્યારે 5 કોઈ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે. NSEના બધા ક્ષેત્રીય સૂચકાંકો વધી રહ્યા છે. મેટલ અને સરકારી બેંકના શેરમાં સૌથી વધુ વધારો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં તેજી બુધવારે શેરબજાર મામૂલી રહ્યું અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે (બુધવાર, 12 માર્ચ), સેન્સેક્સ 72 પોઈન્ટ ઘટીને 74,029 પર બંધ થયો. નિફ્ટી 27 પોઈન્ટ ઘટીને 22,470 પર બંધ થયો. મંગળવારના મોટા ઘટાડા

(27%) પછી ઇન્ડસઇન્ડ બેંકના શેર 4.42% વધ્યા. ટાટા મોટર્સના શેરમાં 3.19% અને કોટક બેંકના શેરમાં 2.37%નો વધારો થયો. તે જ સમયે, ઇન્ફોસિસમાં 4.18%, ટેક મહિન્દ્રામાં 2.80% અને નેસ્લે ઇન્ડિયામાં 2.43%નો ઘટાડો થયો. નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેરો વધ્યા અને 31 શેરો ઘટ્યા. NSEના IT ઇન્ડેક્સમાં સૌથી વધુ 2.91%, મીડિયામાં 1.53%, રિયલ્ટીમાં 1.65% અને જાહેર ક્ષેત્રની બેંકોમાં 1.08%નો ઘટાડો થયો. ખાનગી બેંક અને ફાર્મા ક્ષેત્રોમાં થોડો વધારો જોવા મળ્યો.

Related Post