એક જ સેકન્ડમાં કારે બાઇકને ઉડાવી દીધું: કારના કાફલા વચ્ચેથી બાઇકસવારે ઓવરટેક કરવાની ભૂલ કરી, બે યુવક ઇજાગ્રસ્ત, ઘટનાનો વીડિયો વાઇરલ

એક જ સેકન્ડમાં કારે બાઇકને ઉડાવી દીધું:કારના કાફલા વચ્ચેથી બાઇકસવારે ઓવરટેક કરવાની ભૂલ કરી, બે યુવક ઇજાગ્રસ્ત, ઘટનાનો વીડિયો વાઇરલ
Email :

દ્વારકા જિલ્લાના ખંભાળિયા-સલાયા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સ્પોર્ટ્સ બાઇક પર સવાર બે વ્યક્તિ પૂરઝડપે વાહનોને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક સ્લિપ થઈ ગયું અને સામેથી આવી રહેલી કાર સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં બાઇક પર સવાર બંને વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ

થતાં તરત જ સ્થાનિક લોકો અને આસપાસનાં વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં જાનૈયાઓની ગાડીઓના કાફલા સાથે પસાર થઇ રહેલા બાઇકસવારનો અકસ્માત થતો જોવા મળે છે. આ ઘટના બેદરકારીથી વાહન

ચલાવવાનાં પરિણામોની ગંભીરતા દર્શાવે છે. વડોદરામાં ડમ્પરની અડફેટે વૃદ્ધનું મોત વડોદરા શહેરમાં પણ આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. શહેરના અક્ષર ચોક વિસ્તારમાં કલાલી બ્રિજ પર ડમ્પરની અડફેટે એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

Leave a Reply

Related Post