Shani Amavasya 2025: શનિ અમાસે કરો આ ચમત્કારીક ઉપાય, ધનવર્ષા થશે

Shani Amavasya 2025: શનિ અમાસે કરો આ ચમત્કારીક ઉપાય, ધનવર્ષા થશે
Email :

શનિ અમાસ 29 માર્ચ, 2025ને શનિવારે ઉજવવામાં આવશે. સનાતન ધર્મમાં શનિ અમાસનું ખૂબ મહત્વ છે. આ દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે જેથી તેમના આશીર્વાદ મળે છે અને ધનની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે શનિ અમાસના દિવસે સાચા મનથી શનિદેવની પ્રાર્થના કરવાથી ભક્તો પર તેમની કૃપા બની રહે છે. શનિ અમાસના દિવસે શનિદેવના આશીર્વાદ મેળવવા અને ધનની વૃદ્ધિ કરવા માટે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી દરિદ્રતામાંથી મુક્તિ મેળવી શકાય છે. ચાલો જાણીએ કે કયા 5 ઉપાય છે જેના દ્વારા તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવી શકો છો.

આ રીતે શનિદેવને તેલ અર્પણ કરો

શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમના પર સરસવ અથવા તલનું તેલ ચઢાવવામાં આવે છે. શનિ અમાસના દિવસે શનિદેવને કાળા તલ અને સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ સાથે 108 વાર ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો. આમ કરવાથી તમને શનિ ગ્રહની કૃપા મળશે અને તમારી સંપત્તિમાં વધારો થશે.

પીપળાના ઝાડનો ઉપાય

શનિ અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઊઠીને પીપળાના ઝાડને જળ અર્પિત કરો અને સરસવના તેલનો દીવો કરો. તેમજ પીપળાના ઝાડ નીચે બેસીને “ૐ શમ શનૈશ્ચરાય નમઃ” મંત્રનો જાપ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી આર્થિક સંકટ દૂર થશે.

કાળા ઘોડાની નાળનો ઉપાય

શનિદેવની કૃપા મેળવવા માટે કાળા ઘોડાની નાળના ઉપાયનો ઉપયોગ કરવો શુભ છે. શનિ અમાસના દિવસે ઘર કે દુકાનના મુખ્ય દ્વાર પર કાળા ઘોડાની નાળ મૂકો. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આ સિવાય શનિવારે તમે તેને તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખી શકો છો, તેનાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે.

કાળા તલ અને અડદની દાળનો ઉપાય

જો તમને સખત મહેનત કરવા છતાં પરિણામ નથી મળતું અને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે તો શનિ અમાસના દિવસે કાળા તલ, અડદની દાળ અને લોખંડની વસ્તુઓનું દાન કરો. સરસવના તેલમાં બનાવેલી વસ્તુઓ ગરીબો અને જરૂરિયાતમંદોને ખવડાવો. તેનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને ત્યાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે.

કીડીયારૂ પુરો

શનિ અમાસના દિવસે લોટમાં ગોળ ભેળવીને નાની-નાની ગોળીઓ બનાવીને કીડીઓને ખવડાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી શનિદોષ શાંત થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો આ ઉપાયો અજમાવો.

દેવાથી છુટકારો મેળવવાની રીતો

જો કોઈ વ્યક્તિ પર દેવાનો બોજ છે અને તે ઉતરતો નથી તો શનિ અમાસના દિવસે એક નારિયેળ લઈને તેમાં કાળા તલ, અડદની દાળ અને એક સિક્કો નાખીને તેને કાળા કપડામાં બાંધી દો. હવે તેને વહેતા પાણીમાં વહાવી દો. આમ કરવાથી તમને દેવાથી રાહત મળશે અને પૈસાની તંગી દૂર થશે.

Leave a Reply

Related Post