Shani Dev: આ ત્રણ રાશિના જાતકો પર છે શનિની ત્રીજી દ્રષ્ટિ

Shani Dev: આ ત્રણ રાશિના જાતકો પર છે શનિની ત્રીજી દ્રષ્ટિ
Email :

શનિ એક એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ચાલે છે. તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તમામ ગ્રહોની દ્રષ્ટિ ખૂબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ ગ્રહની વાત કરીએ તો શનિની કૂલ ત્રણ દ્રષ્ટિ હોય છે. જે અન્ય ગ્રહોથી થોડી અલગ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિને તૃતીય, સપ્તમ અને દશમ દ્રષ્ટિ પ્રાપ્ત છે.

હાલમાં શનિ મીન રાશિમાં છે

શનિની ત્રીજી દ્રષ્ટિને ખૂબજ અશુભ અને ખતરનાક માનવામાં આવે છે. શનિની ત્રીજી દ્રષ્ટિ જેની પર પડે છે તેમના માટે મુશ્કેલ સમયની શરૂઆત થઈ જાય છે. આ સમય કોઈપણને ખૂબજ મુશ્કેલ સ્થિતિમાં મુકી શકે છે. હાલમાં શનિ મીન રાશિમાં છે. શનિની ત્રીજી દ્રષ્ટિ વૃષભ રાશિ પર પડે છે. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે.

વૃષભ રાશિ

શનિનું મીન રાશિમાં ગોચર થયા બાદ તેની ત્રીજી દ્રષ્ટિ વૃષભ રાશિ પર પડે છે. વૃષભ રાશિના સંબંધો ખરાબ થઈ શકે છે. કેરિયર અને બિઝનેસમાં એલર્ટ અને સાવધાન રહેવું જરૂરી છે.મહેનત પ્રમાણે પરિણામ પ્રાપ્ત નહીં થાય.જેથી વૃષભ રાશિના જાતકોને તણાવનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ પડશે. આ દરમિયાન આરોગ્ય પર અસર થઈ શકે છે.

કન્યા રાશિ

શનિનું મીન રાશિમાં ગોચર થયા બાદ શનિની સપ્તમ દ્રષ્ટિ કન્યા રાશિ પર હશે. આ કારણે કન્યા રાશિના જાતકોને ટેન્શન અને તણાવ થઈ શકે છે. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. છાતીમાં તકલીફ અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.

ધન રાશિ

શનિનું મીન રાશિમાં ગોચર થયા બાદ શનિની દ્રષ્ટિ ધન રાશિ પર હશે. જેનાથી લગ્ન સંબંધમાં તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે. પારિવારિક સંબંધોને સાચવવા જરૂરી બનશે. વિચારોમાં પરિવર્તન સાથે મતભેદ શરૂ થઈ શકે છે. જો ધન રાશિના જાતકો પાર્ટનરશીપમાં કામ કરે છે તો તકલીફોનો સામનો કરવો પડે એમ છે.

Leave a Reply

Related Post