Shani Rashi Parivartan: શનિ અમાસની વૃષભ રાશિવાળ પર શું થશે અસર?

Shani Rashi Parivartan: શનિ અમાસની વૃષભ રાશિવાળ પર શું થશે અસર?
Email :

શનિ અમાસ 29 માર્ચ, 2025ને શનિવારે ઉજવવામાં આવશે. સનાતન ધર્મમાં શનિ અમાસનું ખૂબ મહત્વ છે. આ દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે જેથી તેમના આશીર્વાદ મળે છે અને ધનની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે શનિ અમાસના દિવસે સાચા મનથી શનિદેવની પ્રાર્થના કરવાથી ભક્તો પર તેમની કૃપા બની રહે છે. શનિ અમાસના દિવસે શનિદેવના આશીર્વાદ મેળવવા અને ધનની વૃદ્ધિ કરવા માટે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી દરિદ્રતામાંથી મુક્તિ મેળવી શકાય છે.

આજે આપણે તમામ રાશિ પર કેવી અસર થશે અને શુ ઉપાય કરવા તે જણાવીએ.

આ વખતે શનિ અમાસના દુર્લભ સંયોગમાં શનિ મહારાજ રાશિ પરિવર્તન કરશે. અઢી વર્ષના લાંબા અંતરાલ પછી, શનિદેવ તેમની મૂલત્રિકોણ રાશિ કુંભ રાશિમાંથી બહાર આવશે અને ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. 29મી માર્ચે શનિ અમાસનો ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. શનિદેવ 29 માર્ચે રાત્રે 10.07 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે. લગભગ 30 વર્ષ પછી શનિ મીન રાશિમાં ગોચર કરશે.

વૃષભ રાશિકામમાં વ્યસ્તતા રહેશે. ખર્ચમાં વધારો થશે. તમારે વૈવાહિક જીવનમાં નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉધાર આપવાનું ટાળો.

વૃષભ રાશિએ શનિ અમાસે કરવાના ઉપાય

વૃષભ રાશિવાળા લોકોએ કાળી અડદની દાળ અને તલનું દાન કરવું જોઈએ. તેની સાથે જ કાળા તલને પાણીમાં મિક્સ કરીને શિવલિંગને અર્પણ કરવા જોઈએ. આનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને પારિવારિક શાંતિ પણ મળે છે.

Leave a Reply

Related Post