Mangal Shani Gochar: જુલાઇમાં આ રાશિને ચાંદી જ ચાંદી, શનિ-મંગળ ચમકાવશે નસીબ

Mangal Shani Gochar: જુલાઇમાં આ રાશિને ચાંદી જ ચાંદી, શનિ-મંગળ ચમકાવશે નસીબ
Email :

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમય સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જેનો પ્રભાવ તમામ 12 રાશિના જાતકો પર પડે છે. ત્યારે હવે નજીકના સમયમાં જ મંગળ અને શનિ ગ્રહ રાશિ પરિવર્તન કરવાના છે. જુલાઇ મહિનામાં શનિદેવ મીન રાશિમાં 30 વર્ષ બાદ વક્રી થશે જ્યારે મંગળ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ બંને ગ્રહોની ચાલ બદલવાથી કેટલીક રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ થઇ શકે છે.

સોનાની જેમ ચમકશે આ રાશિની કિસ્મત

ધન રાશિ

મંગળ અને શનિના રાશિ પરિવર્તનથી ધન રાશિના લોકોને સારો લાભ મળી શકે છે. આ દરમિયાન આ રાશિના જાતકોને ધંધા-વેપારમાં મોટી સફળતા મળી શકે છે. મંગળ અને શનિના ગોચર થવાથી ધન રાશિના લોકોને ધનનો ભાવ સક્રિય થશે. આ દરમિયાન ધન રાશિવાળા જાતકોને નોકરીમાં બદલાવ થઇ શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. જેનાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આ ઉપરાંત માનસિક શાંતિનો અનુભવ થશે સાથે જ પરિવાર સાથે યાત્રાનો સંયોગ પણ બની રહ્યો છે.

મકર રાશિ

આ રાશિના જાતકોને આ દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થશે. જીવનમાં આવતા તમામ પડકારોનો સામનો કરી શકશો. કામકાજમાં સુધારો થશે. લાંબા સમયથી અટકેલા કોમા પુરા થઇ શકે છે. ધનલાભનો યોગ પણ છે. વાહન કે સંપત્તિ ખરીદવાની ઇચ્છા પુરી થઇ શકે છે. આમ મકર રાશિના જાતકોને આ દરમિયાન નસીબનો ભરપૂર સાથ મળી શકે છે.

મીન રાશિ

શનિ દેવ મીન રાશિમાં ગોચર કરવાના છે. આ સંયોગ 30 વર્ષ પછી બની રહ્યો છે. મીન રાશિના જાતકોને આ ગોચરનો ફાયદો મળશે. આ દરમિયાન તમારા અટકેલા કામો પુરા થઇ શકે છે. જીવન જીવવાની એક નવી રાહ મળશે. નોકરી અને ધંધામાં બદલાવ ઇચ્છો છો તો આ સમય સારો છે. તમને લાભ થશે. એટલુ જ નહી, જીવનમાં દરેક કામમાં સફળતા મળશે. આ ઉપરાંત મીન રાશિના લોકોનું સમાજમાં માન સન્માન વધશે. 

Leave a Reply

Related Post