'ચાહકો રાહ જોતા હતા, તે હોટલમાં સિગરેટ ફૂંકતી હતી': કોન્સર્ટ આયોજકોનો નેહા કક્ક્ડ પર આરોપ, કહ્યું- સિંગરે કહ્યું હતું 'પહેલા સ્ટેડિયમ ભરો તો જ ગાઈશ'

'ચાહકો રાહ જોતા હતા, તે હોટલમાં સિગરેટ ફૂંકતી હતી':કોન્સર્ટ આયોજકોનો નેહા કક્ક્ડ પર આરોપ, કહ્યું- સિંગરે કહ્યું હતું 'પહેલા સ્ટેડિયમ ભરો તો જ ગાઈશ'
Email :

મેલબર્નમાં એક કોન્સર્ટને કારણે સિંગર નેહા કક્કર વિવાદોમાં ઘેરાયેલી છે. સિંગર પર આરોપ છે કે તેણે મેલબર્નમાં ચાહકોને 3 કલાક રાહ જોવડાવી અને પછી સ્ટેજ પર આવીને માફી માગીને રડી. એવા પણ આરોપ છે કે તેણે 1 કલાક પણ પરફોર્મ કર્યું ન હતું. વિવાદોમાં ઘેરાયા બાદ, નેહાએ આયોજકો પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેને પૈસા આપવામાં આવ્યા ન હતા અને રહેવા અને ભોજનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. આમ છતાં, તેણે એક પરફોર્મન્સ આપ્યું. જોકે, હવે આયોજકોના

મતે, નેહાના 3 કલાકના વિલંબનું કારણ વ્યવસ્થા નહીં પણ ઓછી ભીડ હતી. જ્યારે નેહાએ જોયું કે તેના કોન્સર્ટમાં ઓછા લોકો છે, ત્યારે તેણે આયોજકોને કહ્યું કે જ્યાં સુધી સ્ટેડિયમ ભરાઈ ન જાય ત્યાં સુધી તે ગાશે નહીં. ઓસ્ટ્રેલિયાના કોન્સર્ટ આયોજકો પેસ ડી અને બિક્રમ સિંહ રંધાવાએ સિદ્ધાર્થ કન્નન સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં આ વિવાદ પર વાત કરી. તેમણે કહ્યું કે નેહા કક્કરને કોન્સર્ટમાં 7:30 વાગ્યે પહોંચવાનું હતું, પરંતુ તે 10 વાગ્યે પહોંચી. ભીડ સતત ઉત્સાહિત થઈ રહી હતી, પરંતુ જ્યારે તે

ન પહોંચી ત્યારે લોકો ગુસ્સે થવા લાગ્યા. બ્રિકમ રંધાવાએ કહ્યું કે 'લોકોએ તે કોન્સર્ટ માટે આવવા માટે સમય કાઢ્યો હતો. તેમણે એક ટિકિટ માટે લગભગ 15 હજાર રૂપિયા ખર્ચ્યા હતા'. બિક્રમે જણાવ્યું કે 'નેહા કક્કરે મેલબર્ન કોન્સર્ટના આયોજકને કહ્યું હતું કે ફક્ત 700 લોકો આવ્યા છે, તેથી હું પરફોર્મ કરીશ નહીં. નેહાએ કહ્યું હતું કે, જ્યાં સુધી વધુ લોકો નહીં આવે અને સ્ટેડિયમ ભરાઈ ન જાય ત્યાં સુધી હું પરફોર્મ નહીં કરું.' નેહાએ સોશિયલ મીડિયા દ્વારા આયોજકો પર આરોપ લગાવ્યો

હતો કે તેમનો સાઉન્ડ ચેક કરવામાં આવ્યો ન હતો, જેના કારણે શોમાં વિલંબ થયો હતો. જોકે, બિક્રમ રંધાવાએ નેહાના દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે. તેણે કહ્યું કે 'તે શોમાં ઓપનિંગ સેરેમની પણ યોજાઈ હતી, માઈકથી લઈને સેટઅપ સુધી બધું જ શાનદાર હતું. મને નથી લાગતું કે તેણે જે કહ્યું તે સાચું છે. અમે નજરોનજર જોયું છે કે આખું સેટઅપ ત્યાં થયું હતું. તે શોનો આયોજક અમારો મિત્ર હતો.' નેહાએ એવો પણ દાવો કર્યો હતો કે આયોજકો પૈસા લઈને ભાગી ગયા હતા. તેમની

ટીમને રહેવા અને ખાવાની વ્યવસ્થા પણ આપવામાં આવી ન હતી. આમ છતાં, તેણે કોઈ પૈસા લીધા વિના શો કર્યો. આ અંગે બિક્રમ રંધાવાએ કહ્યું કે, 'વાહનોની લાઇનો લાગી ગઈ હતી. તેમની હોટલો બુક થઈ ગઈ હતી. તો મેડમ, તમે ક્યાં રાહ જોઈ રહ્યા હતા? કોઈપણ કલાકારને ઓસ્ટ્રેલિયા બોલાવતા પહેલા, તેની બધી ફી ચૂકવવામાં આવે છે અને તેનું બુકિંગ અગાઉથી કરવામાં આવે છે. હું તેમના આ દાવાને નકારું છું.' વિવાદ પર નેહા કક્કરનું શું નિવેદન હતું? કોન્સર્ટનો વીડિયો વાયરલ થયા પછી, નેહા

કક્કરે સ્પષ્ટતા કરતા કહ્યું- તેઓ કહે છે કે તે 3 કલાક મોડી આવી, શું તેઓએ એક વાર પણ પૂછ્યું હતું કે તેને શું થયું? તે લોકોએ તેનું અને તેના બેન્ડનું શું કર્યું? જ્યારે હું સ્ટેજ પર બોલતી હતી ત્યારે મેં કોઈને શું થયું તે કહ્યું નહીં કારણ કે હું કોઈને દુઃખ પહોંચાડવા માગતી ન હતી. હું કોણ છું કોઈને સજા આપનાર? પણ હવે વાત મારા નામની છે, તો મારે બોલવું જ પડશે. શું તમે જાણો છો કે મેં મેલબર્નના

લોકો માટે મફતમાં પરફોર્મ કર્યું હતું. સ્પોન્સર્સ મારા અને બીજાના પૈસા લઈને ભાગી ગયા. મારા બેન્ડને ખોરાક, પાણી અને હોટેલની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. મારા પતિ અને તેના મિત્રો ગયા અને ભોજનની વ્યવસ્થા કરી. આ બધું હોવા છતાં, અમે સ્ટેજ પર ગયા અને આરામ કર્યા વિના શો કર્યો કારણ કે મારા ચાહકો ઘણા કલાકો થી મારી રાહ જોઈ રહ્યા હતા. શું તમને ખબર છે કે અમારું સાઉન્ડ ચેક બંધ થઈ ગયું હતું? સાઉન્ડના લોકોને પૈસા ચૂકવવામાં ન આવતાં, તેમણે

સાઉન્ડ આપવાનો ઇનકાર કર્યો હતો. અમને ખબર પણ નહોતી કે કોન્સર્ટ થશે કે નહીં કારણ કે આયોજકોએ મારા મેનેજરના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. કારણ કે તે લોકો સ્પોન્સર્સ સાથે ભાગી ગયા હતા. શેર કરવા માટે ઘણું બધું છે, પણ મને લાગે છે કે આ પૂરતું હશે. હું એવા લોકોનો આભાર માનવા માગું છું જેમણે મારા વિશે સુંદર વાત કરી જાણે કે તે તેમની સાથે જ બન્યું હોય. હું હંમેશા એ લોકોનો આભારી રહીશ જેઓ મારા કોન્સર્ટમાં આવ્યા અને મારી

સાથે રડ્યા. આયોજકોએ કહ્યું- ગાયક હોટલના રૂમમાં સિગારેટ પી રહી હતી મેલબર્ન કોન્સર્ટના આયોજક બીટ પ્રોડક્શન કંપનીએ દાવો કર્યો હતો કે સિડની, મેલબર્ન અને પર્થમાં ક્રાઉન ટાવર્સ દ્વારા તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે નેહા અને તેના મિત્રો હોટલના તે રૂમમાં પણ ધૂમ્રપાન કરતા હતા જ્યાં તે પ્રતિબંધિત હતું. આ સાથે, કંપનીએ એમ પણ જણાવ્યું છે કે નેહા કક્કડના કારણે તેમને રૂ.4.5 કરોડનું નુકસાન થયું છે.કંપનીએ સ્ક્રીનશોટ શેર કરીને આનો પુરાવો રજૂ કર્યો હતો.

Leave a Reply

Related Post