Shefali Jariwala Death: Cardiac Arrest કેટલુ ખતરનાક? જાણો બચવાના ઉપાય

Shefali Jariwala Death: Cardiac Arrest કેટલુ ખતરનાક? જાણો બચવાના ઉપાય
Email :

કાંટાલગા ગર્લ શેફાલી ઝરીવાલાનું નિધન થયું છે. 42 વર્ષની ઉંમરે અભિનેત્રીએ છેલ્લો શ્વાસ લીધો. તેના મોતનું કારણ કાર્ડિયાક એરેસ્ટ કહેવામાં આવી રહ્યું છે. આ પ્રકારે મોત થયુ હોય તે કોઇ પહેલો કેસ નથી. સિદ્ધાર્થ શુક્લા, શ્રીદેવી, રાજુ શ્રીવાસ્તવ આવા ઘણા નામો છે. જેઓ એકદીમ ફીટ અને હેલ્ધી લાઇફ જીવતા હતા તેમ છતાં તેઓનું હાર્ટ અટેકના કારણે મોત થયું. ત્યારે આવો જાણીએ કાર્ડિઆક અરેસ્ટના લક્ષણો વિશે અને તેનાથી બચવા શું કરવુ જોઇએ.

કાર્ડિયાક અરેસ્ટના કારણો શું ? 

Cardiac Arrest ત્યારે થાય છે જ્યારે ધબકારા રોકાઇ જાય છે. એવામાં હૃદય શરીરમાં બ્લડનું પંપિંગ કરવાનું બંધ કરી છે. આ કારણથી થોડી જ મિનિટમાં વ્યક્તિ બેહોશ થઇને શ્વાસ લેવાનું બંધ કરી દે છે. આ કંડિશનમાં દર્દીને તરત જ CPR અથવા ડિફિબ્રિલેટરનો ઝટકો ન આપવામાં આવે તો મોત થઇ શકે છએ.

કોરોનરી ધમની બિમારી - જ્યારે હૃદયની ધમનીઓ બ્લોક થઈ જાય છે.

હાર્ટ એટેકનો ઇતિહાસ - જેમને પહેલા હાર્ટ એટેક આવ્યો હોય તેમને વધુ જોખમ રહેલું છે.

હૃદયના સ્નાયુઓમાં રોગ

હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈ કોલેસ્ટ્રોલ

જન્મથી હૃદય રોગ

વીજળીનો કરંટ લાગવો

દવાઓ અથવા આલ્કોહોલનું વધુ પડતું સેવન

પોટેશિયમ અથવા મેગ્નેશિયમનો અભાવ

ખૂબ વધારે તણાવ અથવા ડર

કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકમાં શું છે અંતર ?

કાર્ડિયાક અરેસ્ટમાં હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે અચાનક બેહોશ થવું, શ્વાસ લેવામાં તકલીફ, ધબકારા બંધ થવા જેવા ઘણા લક્ષણો જોવા મળે છે.

હાર્ટ અટેકમાં  જ્યારે હૃદયના સ્નાયુઓ રક્ત પુરવઠાના અભાવે નુકસાન પામે છે ત્યારે હૃદયરોગનો હુમલો થાય છે.

આ પાછળ ઘણા કારણો છે જેમ કે લોહીના ગંઠાવાનું અથવા પ્લેકમાં અવરોધ. તેના લક્ષણોમાં છાતીમાં દુખાવો, પરસેવો, શ્વાસ લેવામાં તકલીફ, મૂંઝવણ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

કાર્ડિયાક અરેસ્ટ કેટલો ખતરનાક છે?

કાર્ડિયાક અરેસ્ટ એક મેડિકલ ઇમરજન્સી છે. જો કોઈને આવું થાય છે તો અડધાથી વધુ કિસ્સાઓમાં દર્દી હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામે છે.

અભિનેત્રી શેફાલી જરીવાલા સાથે પણ આવું જ બન્યું. જો કે, જો પ્રથમ ત્રણથી પાંચ મિનિટમાં CPR અને ડિફિબ્રિલેટરનો ઉપયોગ કરવામાં આવે તો દર્દીને બચાવી શકાય છે.

કાર્ડિયાક અરેસ્ટથી બચવા શું કરવુ ?

સમયાંતરે તમારા હૃદયની તપાસ કરાવો.

હાઈ બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રાખો

ધુમ્રપાન અને દારૂના સેવનથી દૂર રહો

હેલ્ધી આહાર લો

કસરત કરો

Disclaimer:

(લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમને કોઈ પ્રશ્નો કે ચિંતાઓ હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

Leave a Reply

Related Post