શુભમન ગિલનું ટેસ્ટ કેપ્ટન તરીકે નામ જાહેર: રિષભ પંત વાઇસ-કેપ્ટન, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યની ટીમની જાહેરાત; કરુણ નાયર-શાર્દૂલ ઠાકુરનું કમબેક

શુભમન ગિલનું ટેસ્ટ કેપ્ટન તરીકે નામ જાહેર:રિષભ પંત વાઇસ-કેપ્ટન, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યની ટીમની જાહેરાત; કરુણ નાયર-શાર્દૂલ ઠાકુરનું કમબેક
Email :

બેટર શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવાયો છે. રિષભ પંતને વાઇસ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. BCCIએ શનિવારે મુંબઈમાં યોજાયેલી બેઠકમાં આની જાહેરાત કરી, સાથે જ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યની ટીમની પણ જાહેરાત કરવામાં આવી. 20 જૂનથી શરૂ થતા ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતે 5 ટેસ્ટ મેચ રમવાની છે. વિરાટ

કોહલી અને રોહિત શર્માના નિવૃત્તિ બાદ ટીમમાં સાઈ સુદર્શન અને કરુણ નાયરને સ્થાન મળ્યું છે તેમજ શાર્દૂલ ઠાકુરની ટીમમાં વાપસી થઈ છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ ટૂરમાં 5 ટેસ્ટ મેચનું શિડ્યૂલ ગિલ ટેસ્ટમાં પાંચમો સૌથી યુવા ભારતીય કેપ્ટન 25 વર્ષ અને 258 દિવસની ઉંમરે ગિલ ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કરનાર પાંચમો સૌથી યુવા

ક્રિકેટર બન્યો છે. તેની પહેલાં મન્સૂર અલી ખાન પટૌડી (21 વર્ષ, 77 દિવસ), સચિન તેંડુલકર (23 વર્ષ, 169 દિવસ), કપિલ દેવ (24 વર્ષ, 48 દિવસ) અને રવિ શાસ્ત્રી (25 વર્ષ, 229 દિવસ) છે. કરુણે વિદર્ભને રણજી ચેમ્પિયન બનાવ્યું કરુણ નાયરે ગયા સિઝનમાં 9 રણજી ટ્રોફી મેચમાં 4 સદી સાથે 863 રન અને

વિજય હજારે ટ્રોફીની 8 ઇનિંગ્સમાં 5 સદી સાથે 779 રન બનાવ્યા હતા. વિદર્ભના આ બેટરે રાજ્યની ટીમને રણજી ટ્રોફીમાં વિજય અપાવ્યો અને વિજય હજારે ટ્રોફીમાં બીજું સ્થાન અપાવ્યું. તેને પહેલેથી જ ઈન્ડિયા-A ટીમમાં સામેલ કર્યો છે, જે થોડા દિવસોમાં ઇંગ્લેન્ડ માટે રવાના થશે. સુદર્શનનું શાનદાર પ્રદર્શન 23 વર્ષીય સાઈ સુદર્શન IPL-18નો

સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તે અત્યારસુધી 638 રન બનાવી ચૂક્યો છે. ઇંગ્લેન્ડ લાયન્સ સામેની બીજી મેચ માટે તેને પહેલેથી જ ઈન્ડિયા-A ટીમમાં સામેલ કર્યો છે. શાર્દૂલનું ટીમમાં નામ ટીમમાં શાર્દૂલ ઠાકુરને પણ સામેલ કર્યો છે. જ્યારે દેવદત્ત પડિકલ, જે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમનો ભાગ હતો, તે હજુ ફિટ થયો નથી. મોહમ્મદ

શમીની ગેરહાજરીમાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ અને અર્શદીપ સિંહને ટીમમાં સ્થાન મળ્યું છે. સ્પિન વિભાગમાં રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરનાં નામ છે. BGTમાં શાનદાર પ્રદર્શન કરનાર નીતિશ કુમાર રેડ્ડી પણ ટીમમાં સામેલ છે. આ ઉપરાંત બે વિકેટકીપર રિષભ પંત અને ધ્રુવ જુરેલ છે.

Leave a Reply

Related Post