મૂવી રિવ્યૂ- સિતારે જમીન પર: આમિરના દસ 'સિતારા'ઓ હસાવશે, રડાવશે અને શીખવશે, એક્ટિંગ દિલને સ્પર્શી જશે; જેનેલિયાનું પાત્ર પણ અસરદાર

મૂવી રિવ્યૂ- સિતારે જમીન પર:આમિરના દસ 'સિતારા'ઓ હસાવશે, રડાવશે અને શીખવશે, એક્ટિંગ દિલને સ્પર્શી જશે; જેનેલિયાનું પાત્ર પણ અસરદાર
Email :

થોડા વર્ષો પહેલા, 'તારે જમીન પર' એ ભારતીય સિનેમામાં એવી છાપ છોડી હતી કે તેનો પડઘો આજે પણ સંભળાય છે. તે એક હૃદયસ્પર્શી પહેલ હતી જેણે ડિસ્લેક્સીયા જેવા વિષયને પ્રાધાન્ય આપી ફિલ્મ બનાવી અને પછી લોકો પણ તે ડિસઓર્ડરને ઓળખતા થયા હતા. હવે 'સિતાર જમીન પર' સાથે, આમિર ખાન એક ડગલું આગળ વધ્યો છે. આ વખતે તેણે એક વધુ કોમ્પ્લેક્સ વિષય - ડાઉન સિન્ડ્રોમ અને ન્યુરો ડાયવર્જન્સ તરફ ધ્યાન દોર્યું છે. પરંતુ આ ફિલ્મને જે અલગ પાડે

છે તે તેનો સ્વર છે. તેમાં કોઈ ઇમોશન નથી, કોઈ ભાષણબાજી નથી. તેના બદલે, આમિરે ડિરેક્ટર આર. એસ. પ્રસન્ના અને રાઈટર દિવ્યા શર્મા સાથે મળીને એક એવી દુનિયા બનાવી છે જે ફની છે, પીડાદાયક છે, જોશીલી પણ છે અને સૌથી ખાસ, સત્યથી ભરપૂર છે. આમિર ખાનની એક્ટિંગ કેવી છે? ​​​​​ આ ફિલ્મની સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત એ હતી કે આમિર એક એક્ટરથી સ્ટોરીટેલર બનવાની સફરમાં જોડાય છે. 'તારે જમીન પર'માં આદર્શવાદી શિક્ષકથી લઈને 'સિતારે જમીન પર'માં

ખામીઓથી ભરેલા, એક અહંકારી કોચ સુધી - તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે તે સતત શીખી રહ્યો છે, પડકારોનો સામનો કરી રહ્યો છે. તેની પસંદગીઓ વધુ બોલ્ડ બની છે. તેના પાત્રો વધુ સંવેદનશીલ છે. તેની સ્ટોરી કહેવાની રીત પહેલા કરતાં વધુ પ્રામાણિક લાગે છે. આ વાર્તા ગુલશન નામના એક નાર્સિસ્ટિક બાસ્કેટબોલ કોચ વિશે છે, જેને દારૂ પીને ગાડી ચલાવવા બદલ કોર્ટ દ્વારા સમાજ સેવાની સજા ફટકારવામાં આવે છે. તેને ન્યુરો ડાયવર્જન્સ લોકોની એક ટીમને કોચ તરીકે સેવા

આપે છે. આમિરને મળેલી સજા જીવન બદલી નાખે છે! શરૂઆતમાં તો તેને આ એક સજા જેવું લાગે છે, પણ ધીમે ધીમે એના વિચારો, લાગણીઓ અને જીવન બદલાઈ જાય છે. એની અગવડતા, ઈચ્છાઓ અને પછી સ્વીકૃતિ, બધું જ એક ભાવનાત્મક સત્યને બહાર લાવે છે જે આપણા પોતાના પ્રતિબિંબ જેવું લાગે છે કારણ કે આપણામાં પણ કોઈને કોઈ સ્વરૂપમાં 'ગુલશન' જીવે છે - આપણે જે બાબતો સમજી શકતા નથી તેને સ્વીકારવામાં ડરીએ છીએ. આમિરે ગુલશનના પાત્રના અહંકાર અને આત્મ-જાગૃતિને

સંતુલિત રીતે ભજવી છે. જેનેલિયાનું પાત્ર પ્રકાશનું કિરણ ફિલ્મમાં જેનેલિયા ડિસોઝા તેની પત્ની તરીકે પ્રકાશનું કિરણ છે - તેનો પ્રેમ અને સ્નેહ ગુલશનના જીવનમાં ભાવનાત્મક સ્પર્શ ઉમેરે છે, પરંતુ વાસ્તવિક સ્ટાર્સ દસ ન્યુરો-ડાયવર્જન્ટ કલાકારો છે. તેમની એક્ટિંગ સાચી અને હૃદયસ્પર્શી છે. તે બધા કલાકારો માટે ઉભા થઈને તાળીઓ પાડવાનું મન થઈ જશે. ડિરેક્ટર આર.એસ. પ્રસન્ના આખી ટીમમાંથી સંવેદનશીલ અભિનય મેળવવા બદલ પ્રશંસાને પાત્ર છે. કેટલાક લોકો તેને 'તારે જમીન પર'ની સિક્વલ કહી રહ્યા છે, પરંતુ મારા માટે 'તારે

જમીન પર' એક સંપૂર્ણપણે અલગ અને ખાસ ફિલ્મ છે. ફિલ્મના રિયલ સ્ટાર્સ દસ ન્યુરો ડાયવર્જન્સ કલાકારો છે ફિલ્મમાં ઘણા ડાયલૉગ છે જે મનમાં કાયમી ઘર કરી જશે, પરંતુ એક વાક્ય જે મનમાં ગુંજતું રહે છે: 'સબકા અપના-અપના નોર્મલ.' સીધી વાત, ઊંડાણથી ભરપૂર - કદાચ આ વાક્ય આજના વિશ્વને સૌથી વધુ સાંભળવાની જરૂર છે. બસ જાઓ અને જુઓ- 'સિતારે ઝમીન પર'. આ ફિલ્મ તમારી જાતને અને અન્યોને જોવાની રીત બદલી નાખશે. ફિલ્મના રિયલ સ્ટાર્સ દસ ન્યુરો ડાયવર્જન્સ કલાકારો છે.

Leave a Reply

Related Post