'પોણા બે લાખની ઊંઘ, ટેન્શન દૂર કરવાના 10 હજાર!': શાહિદની પત્નીએ નવું વેલનેસ સેન્ટર શરૂ કર્યું, કિંમત જોઈ લોકોએ કહ્યું- ટ્રોમામાંથી નીકળવા, નવો ટ્રોમા આવી જશે

'પોણા બે લાખની ઊંઘ, ટેન્શન દૂર કરવાના 10 હજાર!':શાહિદની પત્નીએ નવું વેલનેસ સેન્ટર શરૂ કર્યું, કિંમત જોઈ લોકોએ કહ્યું- ટ્રોમામાંથી નીકળવા, નવો ટ્રોમા આવી જશે
Email :

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે 'ધૂન વેલનેસ' નામનો નવો બિઝનેસ શરૂ કર્યો છે. 30 મેના રોજ મુંબઈમાં મીરાએ એક ભવ્ય કાર્યક્રમમાં પોતાની વેલનેસ બ્રાન્ડ લોન્ચ કરી. આ કાર્યક્રમમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. સ્ટાર્સથી ભરપૂર આ કાર્યક્રમ થેરાપીની ઊંચી કિંમતોના કારણે વધારે ચર્ચામાં આવ્યું. કસ્ટમરને આપવામાં આવતી બધી સેવાઓની યાદી વેલનેસ સેન્ટર ધૂનની વેબસાઇટ પર આપવામાં આવી છે. આયુર્વેદિક થેરાપી, બ્યુટી થેરાપી, હીલિંગ, ચક્ર સ્કેનિંગ, ક્લીન્ઝ અને રીસેટ કોર્સ ઉપરાંત, ક્રાયોથેરાપી અને

રેડ લાઈટ થેરાપી જેવી સુવિધાઓ વેલનેસ સેન્ટર પર પૂરી પાડવામાં આવશે. આ થેરાપીની કિંમતો જોઈને ઈન્ટરનેટ યુઝર્સ ચોંકી ગયા. વેલનેસ રિટ્રીટ વિશેની ખાસ વાતો ઈન્ટરનેટ પર કિંમતની જોરશોરથી ચર્ચા મીરાની એક સ્કિનકેર બ્રાન્ડ પણ છે. હવે એક વૈભવી વેલનેસ સેન્ટરની માલકિન બની છે. જોકે, થેરાપીની કિંમત જોઈ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ હતી. એક ઇન્ટરનેટ યુઝરે મજાકમાં કહ્યું- 'માત્ર ₹1.75 લાખમાં, મીરા તમારી ઊંઘને પાછી લાવશે', જ્યારે બીજા યુઝરે કહ્યું- 'કોઈ ટ્રોમા દૂર કરવા

ગયું હશે, તેને પ્રાઈઝ જોઈને નવો ટ્રોમા થઈ જશે. અન્ય યુઝરે લખ્યું- 'હું પોતે આ કામ કરી, મને 500 રૂપિયા ઓછા આપશો તો પણ ચાલશે. કેટલાક યુઝર્સે લખ્યું- 'આટલા પૈસામાં તો જેટલી ઊંધ આવે છે એ પણ જતી રહેશે..' 'ધૂન વેલનેસ' એ મીરાનું બીજું બિઝનેસ વેન્ચર છે. આ પહેલા તેણે એક સ્કિનકેર બ્રાન્ડ પણ લોન્ચ કરી છે. વર્ષ 2024માં, મીરાએ રિલાયન્સ રિટેલ સ્ટોરના માલિક ઈશા અંબાણી સાથે મળીને અકાઈન્ડ બ્યુટી બ્રાન્ડ લોન્ચ કરી હતી.

Leave a Reply

Related Post