Knowledge: ફોનની આ સેટિંગ તરત કરો બંધ, નહીતર ડેટા થશે જાહેર

Knowledge: ફોનની આ સેટિંગ તરત કરો બંધ, નહીતર ડેટા થશે જાહેર
Email :

તમારો સ્માર્ટફોન તમારી બધી જ અંગત વાતો સાંભળે છે. પરંતુ જો તમે તમારા પર્સનલ ડેટા સાચવવા માગો છો તો આ સેટિંગ જલદી જ જાણી લો અને આ 3 સેટિંગ તરત જ બંધ કરો. જો તમે આ સેટિંગ બંધ નહી કરો તો, થર્ડ પાર્ટી એપ્સ અથવા સ્કૈમર તમારા માટે ખતરારૂપ બની શકે છે. સ્માર્ટ ફોનમાં ડિજીટલ બેકિંગના કાર્યો સરળ બને છે. ત્યારે આવા સ્કૈમર તમારા બેંક અકાઉન્ટ ખાલી કરવા માટે હાજર જ હોય છે.

Google Assistantની સેટિંગ

તમે ક્યારે વિચાર્યુ છે કે, ફોન માત્ર વાતો કરવા જ નહીં તમારી અંગત વાતો લીક કરવા પણ વપરાય છે. આપણે પોતે જ ફોનમાં એવી સેટિંગ ખુલ્લી રાખીએ છીએ જેના કારણે તમામ ડેટા લીક થતા હોય છે. સ્માર્ટ ફોનમાં Google વોઇસ આસિસ્ટેંટ છે. જે “Hey Google” બોલતાની સાથે જ એક્ટીવ થઇ જાય છે. આ ફિચર માઇક્રોફોનને હમેંશા ઓન રાખે છે. જેના કારણે તમારી આસપાસની વાતો પણ રેકોર્ડ થાય છે. તમારે આ ફિચર જ્યારે કામ ન હોય ત્યારે બંધ રાખવુ જોઇએ. આ ફિચર બંધ કરવા માટે ફોનની સેટિંગમાં જાવ, Google પર ક્લિક કરો. પછી All Servicesમાં જાવ અને પછી Search પર ક્લિક કરો. અહીં તમને Assistant & Voiceનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો. હવે Google Assistantમાં જઇને Hey Googleને Off કરી દો. આનાથી તમારો માઇક્રોફોન હંમેશા સક્રિય રહેશે નહીં.

Micની પરવાનગી

ઘણી એપ્સ જરૂર વગર પણ માઇક્રોફોનની પરવાનગી માંગે છે. આવી સ્થિતિમાં, તેઓ તમારી વાતચીત સાંભળી શકે છે, પછી ભલે તમે તેનો ઉપયોગ કરી રહ્યા હોવ કે ન કરી રહ્યા હોવ. તમે તેને આ રીતે ચકાસી શકો છો અને તેને બંધ પણ કરી શકો છો. આ માટે સેટિંગ્સમાં જાઓ અને એપ્સ પર ક્લિક કરો. અહીં પરવાનગીઓ તપાસો અને માઇક્રોફોન પર ક્લિક કરો. કઈ એપ્સને માઇક્રોફોનની પરવાનગી છે તે અહીં જુઓ. જરૂરી ન હોય તેવી એપ્સમાંથી માઇક્રોફોન પરવાનગી દૂર કરો.

જરુર વગરની એપ્સ દુર કરો

ઘણી એપ્સ જરૂર વગર પણ માઇક્રોફોનની પરવાનગી માંગે છે. આવી સ્થિતિમાં, તેઓ તમારી વાતચીત સાંભળી શકે છે. પછી ભલે તમે તેનો ઉપયોગ કરી રહ્યા હોય કે ન કરી રહ્યા હોય. તમે તેને આ રીતે ચકાસી શકો છો અને તેને બંધ પણ કરી શકો છો. આ માટે સેટિંગ્સમાં જાઓ અને એપ્સ પર ક્લિક કરો. અહીં પરવાનગીઓ તપાસો અને માઇક્રોફોન પર ક્લિક કરો. કઈ એપ્સને માઇક્રોફોનની પરવાનગી છે તે અહીં જુઓ. જરૂરી ન હોય તેવી એપ્સમાંથી માઇક્રોફોન પરવાનગી દૂર કરો.

Leave a Reply

Related Post