ટિકિટ ચોરીના દૂષણથી SMCને મોટું નુકસાન: સિટી બસના યાત્રીઓ સાથે ગેરવર્તન કરતા 1032 કંડક્ટરને 17 મહિનામાં બ્લેકલિસ્ટ કરાયા, સૌથી વધુ ટિકિટ ન આપવાની ફરિયાદ

ટિકિટ ચોરીના દૂષણથી SMCને મોટું નુકસાન:સિટી બસના યાત્રીઓ સાથે ગેરવર્તન કરતા 1032 કંડક્ટરને 17 મહિનામાં બ્લેકલિસ્ટ કરાયા, સૌથી વધુ ટિકિટ ન આપવાની ફરિયાદ
Email :

સુરત મહાનગરપાલિકા સિટી બસ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ટિકિટ ચોરીના દૂષણને લીધે મોટું નુકસાન થઈ રહ્યું છે. સુરતમાં સિટી બસના યાત્રીઓ સાથે ગેરવર્તન અને પરેશાન કરવા સાથે ટિકિટ નહીં આપવા સહિતની ફરિયાદો આધારે છેલ્લા 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં સિટી અને બીઆરટીએસ બસમાં કામ કરતા કંડક્ટરોથી દોઢ ગણા તો બ્લેકલિસ્ટ થઈ ગયા છે. લોકો પણ કંડક્ટર ટિકિટ ન આપતા હોવાની સૌથી વધુ ફરિયાદ કરી રહ્યા છે. સિટી-BRTSની 750 બસમાં 875 કંડક્ટર ફરજ પર સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સસ્તા દરે યાત્રાની સુવિધા મળી રહે તે માટે સિટી બસ અને

બીઆરટીએસની સુવિધા શરૂ કરવામાં આવી છે. સુરતમાં 750થી વધુ સિટી અને બીઆરટીએસ બસો આવેલી છે, જેમાં 875 કંડકટર છે. દરરોજ 2 લાખથી વધુ લોકો સેવાનો લાભ લે છે. ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે આ સુવિધા આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. પરંતુ કેટલાક કારણોસર સિટી બસ અવારનવાર વિવાદમાં સંપડાય છે. જેમાં ખાસ કરીને કંડક્ટરો અને પેસેન્જર વચ્ચેનો વિવાદ અને ટિકિટ ચોરી જેવા કારણોસર સિટી બસ સેવાને ખોટ લાગી રહ્યો છે. કંડક્ટરોના વ્યવહારથી લોકો બસમાં જવાનું ટાળે છે સુરત મહાપાલિકા દ્વારા તેના પર કંટ્રોલ કરવા માટે ખૂબ કસરત કરવામાં આવી રહી છે. વિજિલન્સની ટીમ પણ બનાવવામાં

આવી છે અને તેના પર અમુક અંશે કાબુ મેળવવામાં સફળતા પણ મળી છે. પરંતુ તેમ છતાંય આ ન્યૂસન્સ ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યું છે. પાલિકા દ્વારા સિટી બસની સેવાનો લાભ વધુમાં વધુ લોકો લે તે માટેના પ્રયાસો જારી છે. પરંતુ બીજી બાજુ કંડક્ટરોનો વ્યવહાર અને વિવાદના લીધે કેટલાક લોકો સિટી બસની સેવાનો લાભ લેવાનું પણ ટાળે છે. જેનું નુકસાન પાલિકાને થઈ રહ્યું છે. સૌથી વધુ ફરિયાદો ટિકિટ નહીં આપવાની સુરત મહાનગરપાલિકાએ યાત્રીઓને પરેશાની નહીં થાય તે માટે સિટી બસ ડ્રાઇવર અને કંડક્ટરો માટે ગાઇડલાઇન નક્કી કરી છે. તેમ છતાય લોકો દ્વારા વારવાર કંડક્ટરો દ્વારા ગેરવર્તણૂંક, ટિકિટ નહીં આપવાની,

રૂપિયા પરત નહીં કરવા અથવા તો બસ નહીં રોકવા સહિતની ફરિયાદો કરવામાં આવી હતી. જેના આધારે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 17 મહિનામાં પાલિકા દ્વારા સિટીલિંકની ગાઈડલાઇનનું ઉલ્લઘન કરવા બદલ કુલ 1032 જેટલા બસ કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. સૌથી વધુ કંડક્ટરોને ટિકિટ નહીં આપવાના કારણોથી બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. ઘણીવાર પૈસા લઈને ટિકિટ નથી આપતાઃ મુસાફર જીયા પરસાણીયા (સિટી બસ મુસાફર)એ જણાવ્યું હતું કે સિટી બસના કંડક્ટરો કેટલાક સારા હોય છે, તો કેટલાક એવા હોય છે કે ટિકિટ આગળના સ્ટેન્ડ પરથી લઈ લેજો તેવું કહે છે. આગળના સ્ટેન્ડ પર અમને એવું કહેવામાં આવે કે

તમે આગળથી કેમ ટિકિટ લઈને આવ્યા નથી અને અમારી પાસે એક્સ્ટ્રા રૂપિયા પણ માંગે છે. એ લોકોની બેદરકારીના કારણે અમારે ઘણું બધું ભોગવવું પડે છે. ઘણીવાર એવું પણ થાય છે કે ટિકિટ આપ્યા વિના રૂપિયા લઈ લે છે અને આગળના સ્ટેન્ડ પર અમારું નામ આપી દેજો તમારી પાસેથી ટિકિટ નહીં લેવામાં આવે તેવુ કહી કહે છે. ઘણીવાર આ પ્રકાર ની ઘટના બનતી હોય છે. આવા કંડક્ટરો સામે કાર્યવાહી થવી જોઈએ. 218 બસ ડ્રાઇવરો સામે ગંભીર કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન નહીં કરનારા ડ્રાઇવરો સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં છેલ્લા પાંચ મહિનામાં

એટલે કે, જાન્યુઆરી, 2025થી મે, 2025 સુધીમાં 218 જેટલા ડ્રાઇવર સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 186ને ટર્મિનેટ, 21ને સરસ્પેન્ડ, 3ને રિજેક્ટ અને 8ને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. મોટાભાગના કેસોમાં યાત્રીઓ સાથે ગેરવર્તણૂક અને ઓવરસ્પીડના કેસોના લીધે કાર્યવાહી કરવામાં આવી હતી. ડ્રાઇવર સામે સ્ટોપ પર બસ નહીં રોકવા, ઓવરસ્પીડમાં બસ ડ્રાઇવ કાનમાં ઇયરફોન નાખી ડ્રાઇવ કરવા સહિતની ફરિયાદો હોય છે. જેમાં સામાન્ય કેસોમાં 3થી 4 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. પરંતુ જો વારંવાર ફરિયાદ મળે અથવા ગંભીર ફરિયાદો, જેમ કે દારૂ પીને બસ ડ્રાઇવ કરવાની ફરિયાદ હોય તો બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે.

Leave a Reply

Related Post