સ્મિતા પાટિલ લાઈટમેન સાથે બેસીને ભોજન કરતી: અમિતાભે કહ્યું- આનાથી આપણું સ્ટેટસ ખરાબ દેખાય છે; એક્ટ્રેસનો જવાબ હતો- તો તમે વેનમાં બેસીને જમો

સ્મિતા પાટિલ લાઈટમેન સાથે બેસીને ભોજન કરતી:અમિતાભે કહ્યું- આનાથી આપણું સ્ટેટસ ખરાબ દેખાય છે; એક્ટ્રેસનો જવાબ હતો- તો તમે વેનમાં બેસીને જમો
Email :

બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ સ્મિતા પાટિલના પુત્ર પ્રતીક બબ્બરે તાજેતરમાં એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. આ ઘટના તે સમયની છે જ્યારે સ્મિતા પાટિલ ફિલ્મ 'શક્તિ'નું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર અને રાખી પણ હતા. પ્રતીકે જણાવ્યું કે તેની માતા હંમેશા ઘરેથી સેટ પર મોટું ટિફિન લઈને આવતી. બપોરે, જ્યારે બધા ભોજન લેતા, ત્યારે સ્મિતા પાટિલ ફ્લોર પર બેસીને સેટ પર હાજર લાઇટમેન અને ટેકનિશિયનો સાથે ભોજન કરતી. તે ક્યારેય વેનિટી વાન કે કોઈ અલગ જગ્યાએ જતી નહોતી. તેને બધા સાથે બેસીને

ખાવાનું ગમતું. અમિતાભે મજાકમાં સ્મિતાને ખાવાની મનાઈ કરી એક દિવસ અમિતાભ બચ્ચને આ દૃશ્ય જોયું. તેણે સ્મિતાને બાજુમાં બોલાવી અને મજાકમાં કહ્યું, 'તું બધા સાથે નીચે બેસે છે, પણ તેમાં આપણે ખરાબ દેખાઈએ છીએ. હવે અમારે પણ આવું જ કરવું પડશે?.તારા કારણે અમે ખરાબ દેખાઈ રહ્યા છીએ?' સ્મિતાએ ખચકાટ વગર અમિતાભને કહ્યું 'તમે વેનમાં જાઓ.' અમિતાભ સાથે રોમેન્ટિક સીન આપ્યા પછી સ્મિતા પાટિલ રડી પડી નોંધનીય છે કે, સ્મિતાએ લોકપ્રિય ગીત 'આજ રપટ જાયે'માં અમિતાભ બચ્ચન સાથે ઘણા રોમેન્ટિક સીન આપ્યા હતા. વરસાદમાં ભીંજાતી વખતે બંનેએ ખૂબ જ સનસનાટીભર્યા

દૃશ્યો આપ્યાં હતાં, જોકે, એક્ટ્રેસ આનાથી ખુશ નહોતી. જ્યારે ગીતનું શૂટિંગ પૂર્ણ થયું, ત્યારે એક્ટ્રેસ ઘરે પહોંચી અને તેની માતાના ખોળામાં માથું મૂકી ખૂબ રડી. રોમેન્ટિક સીન આપ્યા પછી એક્ટ્રેસને અસ્વસ્થતા અનુભવાઈ હતી અને તે આખી રાત પસ્તાવામાં રડતી રહી. બાદમાં એક્ટ્રેસ ચૂપ રહેવા લાગી. એક્ટ્રેસની વિનંતી પર ફરી શૂટિંગ શરૂ થયું આ વિશે માહિતી મળતાં, અમિતાભ બચ્ચને સ્મિતાને સમજાવ્યું કે તેણે આ એક્ટ વિશે ચિંતા ન કરવી જોઈએ કારણ કે તે સ્ક્રિપ્ટ અને ગીતની ડિમાન્ડ હતી. બિગ બીએ તેને આરામદાયક અનુભવ કરાવ્યો અને એક્ટ્રેસે ફરીથી શૂટિંગ શરૂ કર્યું.આ

પછી બંને વચ્ચેની મિત્રતા પણ ગાઢ બની. પ્રકાશ મહેરા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'નમક હલાલ' ખૂબ જ હિટ સાબિત થઈ હતી અને બંનેના ગીતોને પણ દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. આ પછી, સ્મિતા અને અમિતાભ વચ્ચેની મિત્રતા પણ ખૂબ ગાઢ બની ગઈ.' 'ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વર્ષો પહેલા અમિતાભ બચ્ચને પોતે પોતાના બ્લોગમાં લખ્યું હતું કે 'નમક હલાલ'ના શૂટિંગ દરમિયાન સ્મિતા થોડી અસ્વસ્થતા અનુભવતી હતી. ફિલ્મનાં કેટલાંક દૃશ્યોમાં તેમને મુશ્કેલી પડી રહી હતી, પરંતુ અમિતાભના આગ્રહથી તેમણે તે દ્રશ્યો કર્યા. અમિતાભે લખ્યું હતું કે, 'તે નાજુક દેખાતી હતી

પણ અંદરથી ખૂબ જ મજબૂત હતી. તે ખરેખર એક ભેટ હતી જે આપણે ગુમાવી દીધી છે.' અમિતાભના અકસ્માત પહેલાં, સ્મિતાને કંઈક અનિચ્છનીય બનવાનો ડર હતો. ફિલ્મ 'કુલી' ના એક એક્શન સીન દરમિયાન, અમિતાભ બચ્ચનને ગંભીર ઈજા થઈ હતી અને તેમને લાંબા સમય સુધી સારવાર લેવી પડી હતી. અકસ્માતના એક દિવસ પહેલા જ સ્મિતાએ અમિતાભને ફોન કરીને કંઈક અઘટિત બનવાનો ડર વ્યક્ત કર્યો હતો, જે બીજા જ દિવસે સાચું પડ્યું હતું. કોણ હતી સ્મિતા પાટિલ? બોલિવૂડની પીઢ એક્ટ્રેસ સ્મિતા પાટિલની ગણતરી તેમના સમયની બેસ્ટ એક્ટ્રેસિસમાં થતી હતી. 'મિર્ચ મસાલા', 'અર્થ', 'ભૂમિકા'

અને 'મંથન' જેવી ફિલ્મોથી તેણે સિનેમાની એક નવી ઓળખ ઊભી કરી. તેણે દૂરદર્શન પર ન્યૂઝ રીડર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં સમાંતર સિનેમામાં એક અગ્રણી વ્યક્તિ બની હતી. તેણે બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને એક ફિલ્મફેર પુરસ્કાર જીત્યા અને 1985માં તેમને 'પદ્મશ્રી'થી નવાજવામાં આવ્યા. સ્મિતાએ એક્ટર રાજ બબ્બર સાથે લગ્ન કર્યા હતા જેનાથી તેમને એક પુત્ર, પ્રતીક બબ્બર છે. જોકે, માત્ર 31 વર્ષની ઉંમરે તેમનું અચાનક અવસાન થતાં બધાને આઘાત લાગ્યો. ડિલિવરી કોમ્પ્લિકેશન્સને કારણે 13 ડિસેમ્બર, 1986 ના રોજ તે આ દુનિયા છોડીને ચાલી ગઈ.

Leave a Reply

Related Post