સોહા અલી ખાને 'ડરામણું' સ્વરૂપ દેખાડ્યું!: 'છોરી 2' ફિલ્મના ફોટો શેર કરી એક્ટ્રેસે લખ્યું, "ઓન એન્ડ ઑફ સેટ વિથ દાસી"

સોહા અલી ખાને 'ડરામણું' સ્વરૂપ દેખાડ્યું!:'છોરી 2' ફિલ્મના ફોટો શેર કરી એક્ટ્રેસે લખ્યું, "ઓન એન્ડ ઑફ સેટ વિથ દાસી"
Email :

તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી હોરર સિક્વલ 'છોરી 2'માં દાસી માના પાત્રથી એક્ટ્રેસ સોહા અલી ખાને સૌને સ્તબ્ધ કરી દીધા છે. ત્યારે એક્ટ્રેસે હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બીહાઇન્ડ ધ સીન એટલે કે BTS ફોટો શેર કર્યાં. એક્ટ્રેસે લખ્યું, "ઓન એન્ડ ઑફ સેટ વિથ દાસી". સોહાએ ફોટો શેર કરતા જ ફેન્સે તેના પર પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું. કેટલાક યૂઝર્સે તેના દેખાવને 'ડરામણું' અને 'ઓળખી ન શકાય તેવું' ગણાવ્યો. સોહાએ શેર

કરેલા ફોટોમાં તે કાળા કપડાં પહેરેલી અને ચહેરા પર ડરામણા ગેટઅપમાં જોવા મળી રહી છે. જ્યારે એક ફોટોમાં તે 'CGI સૂટ' પહેરેલી જોવા મળે છે. ફિલ્મ અને એનિમેશનમાં એક્ટર્સની ગતિવિધિઓને ટ્રેક કરીને કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી (CGI) બનાવવા માટે આ સુટ (કોસ્ચ્યૂમ)નો ઉપયોગ કરવામાં આવે છે. એક્ટ્રેસે પોતાના ભૂતિયા લૂકની સાથે શુટિંગમાં બ્રેક દરમિયાન અન્ય કલાકારો અને ક્રુ સાથે માણેલી કેટલીક હળવાશભરી ક્ષણોને પણ શેર કરી હતી. સોહાએ પોસ્ટ કરતાની સાથે જ ફેન્સે તેના પર

પ્રેમ વરસાવવાનો શરૂ કરી દીધો હતો. યૂઝર્સ તેની એક્ટિંગ અને લૂકના વખાણ કરતી કોમેન્ટ્સ કરી રહ્યા છે. નોંધનીય છે કે, સોહા અલી ખાન છેલ્લે 2018માં આવેલી 'સાહેબ, બીવી ઓર ગેન્ગસ્ટર 3'માં જોવા મળી હતી. ત્યાર બાદ તેણીએ 2022માં આવેલી 'કૌન બનેગી શીખરવતી' અને 'હશ હશ' વેબ સિરીઝ કરી હતી. જોકે, 7 વર્ષ બાદ તેણે 'છોરી 2'થી ફિલ્મોમાં કમબેક કર્યું છે. આ ફિલ્મ 2021ની હોરર ફિલ્મ 'છોરી'ની સિક્વલ છે, જેમાં નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં છે.

Leave a Reply

Related Post